મોરબીના મહેન્દ્રનગર ગામે બે પરિવાર વચ્ચે થયેલ માથાકૂટમાં બે આરોપીની ધરપકડ
મોરબીના નજરબાગ પાસે યુવાનને માર મરનારા બે પૈકીનાં એક શખ્સની ધરપકડ
SHARE









મોરબીના નજરબાગ પાસે યુવાનને માર મરનારા બે પૈકીનાં એક શખ્સની ધરપકડ
મોરબીના નજરબાગ પાસે આવેલ મેલડી માતાજીના મંદિરે ઓટલા ઉપર સુવા બાબતે થોડા દિવસો પહેલા એક યુવાનની સાથે બોલાચાલી કરવામાં આવી હતી અને ત્યારબાદ બે શખ્સોએ તેને માર માર્યો હતો જેથી કરીને ભોગ બનેલા યુવાનને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં નજરબાગની સામે ફિલ્ટર હાઉસની બાજુમાં રહેતા મૂળ જંગી ગામના રહેવાસી રમેશભાઈ કરસનભાઈ પરમાર (ઉમર ૩૦) નજરબાગ પાસે આવેલ મેલડી માતાજીના મંદિરે ઓટલે સુવા બાબતે આરોપી રણજીત લાલજી કોળી અને લલિત કોળીએ થોડા દિવસો પહેલા બોલાચાલી કરી હતી અને ત્યારબાદ તેઓએ બેફામ ગાળો આપી હતી અને પછી લલિતભાઈએ રમેશભાઈને પકડી રાખ્યો હતા અને ત્યાર બાદ આરોપી રણજીતભાઈ કોળીએ તેને લાકડી વડે માર માર્યો હતો જેથી કરીને તેઓને ડાબી આંખની બાજુમાં ટાંકા આવ્યા હતા અને મોઢા ઉપર પણ ઈજાઓ થઈ હતી બાદમાં રમેશે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેથી પોલીસે આરોપી રણજીતભાઈ અને લલિતભાઈને પકડવા માટે તજવીજ શરૂ કરેલ હતી અને હાલમાં આ ગુનામાં લલિત સોમાભાઇ સારલા જાતે કોળી રહે, ભડિયાદ રોડ વાળાની ધરપકડ કરેલ છે
