મોરબી નજીક સર્જાયેલા જુદાજુદા બે જીવલેણ અકસ્માતમાં જુદીજુદી ફરિયાદ નોંધાઈ
મોરબીના મહેન્દ્રનગર ગામે બે પરિવાર વચ્ચે થયેલ માથાકૂટમાં બે આરોપીની ધરપકડ
SHARE









મોરબીના મહેન્દ્રનગર ગામે બે પરિવાર વચ્ચે થયેલ માથાકૂટમાં બે આરોપીની ધરપકડ
મોરબીના સામાકાંઠે આવેલા મહેન્દ્રનગર ગામે મકાનની દીવાલ બાબતે બે પરિવારો વચ્ચે સામસામે બોલાચાલી થઈ હતી અને બાદમાં સામસામે પથ્થરમારો કરીને મારા મારી કરવામાં આવી હતી અને આ ઘટનામાં સામસામે ફરિયાદો પણ નોંધવામાં આવેલી છે જેમથી એક ગુનામાં પોલીસે હાલમાં બે આરોપીઓની ધરપકડ કરી છે
મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર ગામે આવેલ આઇટીઆઇ સામેના ભાગે આવેલા વિસ્તારમાં મકાનની દીવાલ બાબતે સામસામે મારામારી થઈ હતી જેમાં બંને પક્ષના કુલ મળીને છ શખ્સોને ઇજાઓ થઈ હતી જેથી તેઓને સારવારમાં લઈ જવામાં આવ્યા હતા બાદમાં મારામારીના બનાવમાં બંને પક્ષેથી સામસામી ફરિયાદ કરવામાં આવી હતી જેમાં નવીનભાઈ મીઠાભાઈ મકવાણા (૩૮) રહે, મહેન્દ્રનગર આઇટીઆઇ સામે વાળાએ વિનોદ નાનજી ચાવડા, ચિરાગ નાનજી ચાવડા અને રમીલાબેન નાનજી ચાવડા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે તેમને તથા સહેદોને સામેવાળા ઢીકાપાટુનો મારમારી છૂટા પથ્થર મારીને ઇજા કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ ગુનામાં પોલીસે હાલમાં વિનોદ નાનજીભાઈ ચાવડા અને ચિરાગ નાનજીભાઈ ચાવડા રહે, બંને મહેન્દ્રનગર વાળાની ધરપકડ કરેલ છે
