મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ અને ટંકારા શિશુ મંદિર દ્વારા મેડિકલ કેમ્પ યોજાશે મોરબીમાં યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા બ્લડની તાત્કાલિક જરૂરિયાત પુરી કરાઇ તસ્કરોનું નાઈટ પેટ્રોલીંગ ચાલુ !: માળિયા (મિં)ના રોહિશાળા ગામે એક જ રાતમાં 3 મકાન, 2 મંદિર, દુકાન અને ગ્રામ પંચાયતમાં ચોરી મોરબીમાં શિવરાત્રીના દિવસે દુકાનો ખુલ્લી રાખીને નોનવેજનું વેચાણ કરનારા બે વેપારી સામે ગુનો નોંધાયો મોરબી જિલ્લા ભાજપમાં ઉપપ્રમુખ નિર્મળાબેન હડિયલનું અનસ્ટોપેબલ વોરિયર્સ દ્વારા કરાયું સન્માન મોરબી જીલ્લામાં CET ની પરીક્ષા વધુ માર્કસ મેળવનારા વિદ્યાર્થીઓએ કર્યો સાયન્સ સીટીનો પ્રવાસ મોરબીમાં લોકોને નાના દરની ચલણી નોટ આપવાનું કહીને અઢી લાખની ઠગાઇ કરનારા આરોપીની ધરપકડ મોરબીમાં સોની યુવાનની નિર્મમ હત્યાના ગુનામાં કાયદાના સંઘર્ષમાં આવેલા બે બાળકિશોરને પોલીસે હસ્તગત કર્યા: હથિયાર-વાહન કબ્જે
Breaking news
Morbi Today

ટંકારા : હડમતીયાથી જડેશ્વર તરફનો માર્ગ બન્યા ભેગો ભાંગીને ભૂકો થતા સોશિયલ મીડિયામાં વિડિયો થયો વાયરલ


SHARE













ટંકારા : હડમતીયાથી જડેશ્વર તરફનો માર્ગ બન્યા ભેગો ભાંગીને ભૂકો થતા સોશિયલ મીડિયામાં વિડિયો થયો વાયરલ
ટંકારાના હડમતીયાથી જડેશ્વર તરફનો માર્ગ બન્યા ભેગો ભાંગીને ભૂકો થતા સોશિયલ મીડિયામાં હડમતિયા ગામના રહીશ અને સરપંચ સોનલબેન રાણસરીયાના પતિ પંકજભાઈ રાણસરીયાએ સોશિયલ મીડિયામાં વિડિયો વાયરલ કરી બળાયો કાઠ્યો છે.છતાં આધુનિક યુગમાં આયોજનના અભાવનો વાયરસ કે ભાગ બટાઈની ભૂમિકામાં ભ્રષ્ટાચાર અટકતો ન હોય તેમ હડમતીયાથી કોઠારીયા તરફનો માર્ગ ફરી ગાબડા ધારી માર્ગ ટુટી ગયો હોય તેવી ફરીયાદ ઉઠી છે.જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા વિકાસ શાસન કાળમાં વિકાસ થયેલો માર્ગ ફરી ભાંગીને ભૂકો થઈ જતા વિકાસ રૂંધાયો છે તેમ સ્થાનિક ગ્રામ્ય વિસ્તારના લોકો મહેસૂસ કરી રહ્યા છે.
 
જેથી સ્થાનિક સામાજિક કાર્યકરો અને નેતાઓની મહેનતો પર પાણી ઢોર થાય તે પહેલા જ મજબૂત પાકો રોડ બનાવવો જોઈએ જેથી કોન્ટ્રાક્ટરો, ભ્રષ્ટાચારીઓ વિકાસના કામોમાં શાસન પક્ષના નેતાઓની પ્રતિષ્ઠાની છબી મતદાર પ્રજામાં બગાડતા અટકે તેવા પ્રયાસો કરવા જોઈએ.જેથી કરોડોની ગ્રાન્ટની મંજૂરીની મહોરમાથી ચોરી અટકે એ જ ખરા અર્થે વિકાસ છે.રોડની મજબૂતાઇ વિશે સવાલ ઉઠાવીને પંકજભાઇએ ચેતવણી ઉચ્ચારી છે કે જો કોઈ રાહદારીઓ અકસ્માતમાં ભોગ બનશે તો તેની સંપુર્ણ જવાબદારી તંત્રની તેમજ તકલાદી રોડ બનાવનાર કોન્ટ્રાક્ટરની રહેશે.
 
હડમતીયા ગામની ચાર ટેકરીથી સદભાવના જીન સુધીનો એકથી બે કિલોમીટરનો કટકો (રોડ) બન્યાની ભેગો જ ભાંગીને ભૂકો થઈ ગયો છે જેથી ફરી વાહન ચાલકોને ત્યાંથી પસાર થવું જોખમી બન્યું છે અનેક રાવ રજૂઆત ફરિયાદોને ધ્યાન રાખી સ્થાનિક અગ્રણીઓ, આગેવાનો, સામાજિક કાર્યકરો દ્વારા સ્થાનિક નેતાઓ સમક્ષ રોડ રસ્તાને મંજૂર કરાવી મજબૂત રોડ બનાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા છતાં આજે બન્યાના ટુંકા સમયમાં બીસ્માર બનેલ રોડ બાબતે બોલવા કોઇ તૈયાર કેમ નથી..? લોકોની વેદનાની કોઇને પડી જ નથી.







Latest News