મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં મહિલાઓ દ્વારા સ્કૂટર રેલી યોજાઇ મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી
Breaking news
Morbi Today

મોરબી અને સરવડ ગામ પાસેથી જુદાજુદા બે બાઇકની ચોરી


SHARE









મોરબી અને સરવડ ગામ પાસેથી જુદાજુદા બે બાઇકની ચોરી

મોરબી શહેરના આયોધ્યાપુરી મેઇન રોડ ઉપર આવેલ મોરબી શોપિંગ સેન્ટર પાસેથી તેમજ માળિયા તાલુકાના સરવડ ગામ નજીક આવેલ હનુમાન મંદિર પાસેથી જુદા જુદા બે બાઈકની ચોરી થયેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાનો દ્વારા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં બાઇક ચોરીની ફરિયાદો નોંધવામાં આવતા પોલીસે જુદા જુદા બે ગુના નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવવાની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીમાં પંચાસર રોડ ઉપર આવેલ કુળદેવી ડેરી વાળી શેરીમાં ધરતી પાર્ક-૧ માં રહેતા જીતેન્દ્રભાઈ સુંદરજીભાઈ ભટાસણા જાતે પટેલ (૫૦)એ હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બાઈક ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે મોરબીના આયોધ્યાપુરી મેઇન રોડ ઉપર આવેલ મોરબી શોપિંગ સેન્ટરની શેરીમાં તેમણે પોતાનું બાઈક નંબર જીજે ૩૬ ડી ૮૯૭૬ પાર્ક કરીને મૂક્યું હતું જે બાઈકની કોઈ અજાણ્ય શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ચાલીસ હજાર રૂપિયાની કિંમતમાં બાઈકની ચોરી થઈ હોવાની પોલીસે ફરીયાદ નોધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના એ.એમ. જાપડીયા ચલાવી રહ્યા છે

માળિયા તાલુકાના સરવડ ગામે રહેતા અને ખેતી કામ કરતા દિનેશભાઈ વાલજીભાઈ સરડવા જાતે પટેલ (૪૫)એ માળીયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બાઇક ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, સરવડ ગામ પાસે આવેલ સતેશ્વર હનુમાન મંદિર સામે તેઓએ પોતાનું બાઈક નંબર જીજે ૧૨ એ ૩૯૬૦ પાર્ક કરીને મૂક્યું હતું જે બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને દસ હજાર રૂપિયાની કિંમતમાં બાઈકની ચોરી થઈ હોવા અંગેની ભોગ બનેલા યુવાન દ્વારા માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે






Latest News