મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ મોરબીમાં બેફામ ગતિએ સ્કોર્પિયો દોડાવનારા શખ્સની સામે ગુનો નોંધાયો: ગાડી કબ્જે કરીને આરોપીની શોધખોળ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વાર નવરાત્રિ નિમિતે રંગ રાત્રી મહોત્સવ યોજાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાના હસ્તે શ્રમિક અન્નપૂર્ણા યોજના કેન્દ્રનું લોકાર્પણ કરાયું
Breaking news
Morbi Today

મોરબીમાં રૂપિયા આપવાની ના પાડતા યુવાનની દિકરી ઉપર છરી વડે હુમલો


SHARE









મોરબીમાં રૂપિયા આપવાની ના પાડતા યુવાનની દિકરી ઉપર છરી વડે હુમલો

મોરબીમાં નગર દરવાજા ચોક પાસે આવેલ પખાલી શેરીમાં રહેતા યુવાન પાસે એક શખ્સ દ્વારા પૈસાની માંગણી કરવામાં આવી હતી જોકે યુવાને પૈસા આપવાની ના પાડતા તે ઉશકેરાઇ ગયો હતો અને તેને પોતાની પાસે રાખેલ છરી વડે યુવાનની દીકરી ઉપર હુમલો કર્યો હતો ત્યારે દિકરીને બચાવવા માટે થઈને ફરિયાદી તેમજ તેના માતા, પિતા અને કાકાનો દીકરો વચ્ચે પડતા તેને ધોકા વડે અને ઢીકા પાટોનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં મોરબી એ ડિવીઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવી છે જેના આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવવાની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના નગર દરવાજા ચોક પાસે આવેલ શેરીમાં રહેતા રમેશભાઈ પ્રેમજીભાઈ ચાવડા જાતે રજપૂત (૪૫) એ હાલમાં મોચી શેરીમાં રહેતા કિશન પટેલની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે ફરિયાદી પોતાના ઘર પાસે હતો ત્યારે આરોપીએ ત્યાં આવીને કોઈ કારણ વગર તેની પાસેથી રૂપિયાની માંગણી કરી હતી ત્યારે ફરિયાદીએ રૂપિયા આપવાની ના પાડતા આરોપી એકદમ ઉશકેરાઇ ગયો હતો અને જેમ ફાવે તેમ ગાળો બોલવા માંડ્યો હતો અને ત્યારબાદ તેની પાસે રહેલ છરી વડે તેણે ફરિયાદીની દીકરી ઉપર હુમલો કર્યો હતો અને ફરિયાદીએ ત્યારે આરોપીની છરી પકડી રાખતા ફરિયાદીના માતા, પિતા અને કાકાનો દીકરો ભાઈ વચ્ચે છોડાવા પડતા તેને ધોકા વડે અને ઢીકાઓનો માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા નોંધવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે કિશન પટેલ સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

એક બોટલ દારૂ
હળવદના સરા નાકા પાસેથી એકટીવા લઈને એક શખ્સ પસાર થઈ રહ્યો હતો જે એકટીવા ચાલકને રોકીને પોલીસ દ્વારા તેને ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હોય પોલીસે ૩૦૦ ની કિંમતની દારૂની બોટલ તથા ૩૫,૦૦૦ રૂપિયાની કિંમતનું એકટીવા આમ કુલ મળીને ૩૫,૩૦૦ ની કિંમતના મુદ્દામાલ સાથે અજયભાઈ ચંદુભાઈ ગડેશીયા જાતે કોળી (૨૬) રહે નવા દેવડીયા તાલુકો હળવદ વાળાની ધરપકડ કરેલ છે અને તેને આ બોટલ નિલેશભાઈ સુરેલા નામના શખ્સે વેચાણ કરેલ હોવાનું સામે આવતા પોલીસે તેની સામે પણ ગુનો નોંધી તેને પકડવા માટે થઈને તજવીજ શરૂ કરી છે  




Latest News