મોરબી જિલ્લાના સરતાનપર રોડ ઉપર કોઝવેમાં આખો ટ્રક તણાઈ ગયો મોરબીના નગર દરવાજા ચોકમાં ચાલુ વરસાદે વીજ લાઈનમાં શોર્ટ સર્કિટના લીધે કડાકા ભડાકા થતા લોકોમાં નાસભાગ મોરબી એસપી રોડના ખુણે 122 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો, એકની શોધખોળ મોરબીમાં વોર્ડ નં-2 મહીલા કોર્પોરેટર રાજીનામું આપવા ભાજપ કાર્યાલય પહોચ્યા મોરબીના ધરમપુર-ટીંબડી બ્રિજના ચાલુ કામે ડાયવર્ઝન પર પાણી ફરી વળતા રસ્તો વાહનવ્યવહાર માટે બંધ મોરબી જિલ્લામાં મેઘમહેર: મોરબી, માળિયા અને વાંકાનેરમાં અઢી ઇંચ, ટંકારા-હળવદમાં બે ઇંચ વરસાદ વાંકાનેરના ગુંદાખડા ગામ પાસે બાઈક સાથે બાઈક અથડાતા યુવાનને માથા અને શરીરે ગંભીર ઇજા વાંકાનેરના ઢુવા ગામે ઘરમાંથી 70,000 ના તાંબા પીતળ વાસણની ચોરી: ભાભીએ નોંધાવી દિયર સામે ફરિયાદ
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકાના વેપારીઓએ હંગામી ફટાકડાના સ્ટોલ માટે ૩૧ મી સુધીમાં કરી શકશે અરજી


SHARE







વાંકાનેર તાલુકાના વેપારીઓએ હંગામી ફટાકડાના સ્ટોલ માટે ૩૧ મી સુધીમાં કરી શકશે અરજી

આગામી દિવાળીનો તહેવાર નજીક આવતો હોય એવા સમયે ઘણા વેપારીઓ હંગામી ફટાકડાનો સ્ટોલ શરૂ કરવા માંગતા હોય છે. જેમાં વાંકાનેર સીટી-તાલુકાના હંગામી ફટાકડા સ્ટોલના અરજદારોએ તા.૩૧-૧૦-૨૦૨૩ સુધીમાં નિયત નમુનાના અરજી ફોર્મમાં ફોર્મ ઉપર રૂ. ૩ ની કોર્ટ ફી સ્ટેમ્પ લગાવી જરૂરી વિગતો ભરી વાંકાનેર સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટની કચેરી એ ૩(ત્રણ) નકલોમાં રજુ કરવાની રહેશે.

આ ફોર્મમાં રૂપિયા ૭૦૦ નું સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયામાં લાયસન્સ ફી પેટે જમા કરાવી તેનું અસલ ચલણ સામેલ રાખવું. સુચિત સ્થળનો એપ્રુવ્ડ નકશો જેમાં જે-તે સ્થળની ૧૫ મીટરની ત્રિજયામાં આવેલ અન્ય દુકાનોના ધંધાનો પ્રકાર શાળા, કોલેજો, હોસ્પિટલો, સળગી ઉઠે તેવા પ્રદાર્થોનું ગોડાઉન, પેટ્રોલ પંપ કે રક્ષિત ઈમારતો આવેલી હોય તો તેની તમામ વિગતો આવરી લેવાની રહેશે. પોતાની ઓળખ અંગેના સ્વપ્રમાણિત કરેલ પાસપોર્ટ સાઈઝના ૨ (બે) ફોટા તથા આઈ.ડી. પ્રુફ જેમ કે આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, ડ્રાઈવીંગ લાયસન્સ, રેશનકાર્ડની નકલ, માંગણીવાળી જગ્યાની માલિકી અંગેના પુરાવા-અગર સ્થળ ભાડાનું હોય તો ભાડા-પાવતી તેમજ માલિક દ્વારા જે-તે જગ્યાએ હંગામી ફટાકડા વેચાણ સંગ્રહ કરવા અંગેની સંમતિ દર્શાવતુ એફિડેવિટ રૂપિયા ૫૦ ના સ્ટેમ્પ પેપર ઉપર, નગરપાલિકા/ગ્રામ પંચાયત તરફથી આપવામાં આવેલ "ના વાંધા પ્રમાણપત્ર" (NOC).  ફાયર સેફ્ટીની વ્યવસ્થા અંગેનું પ્રમાણપત્ર. સ્થાનિક સંસ્થા પાસે કોઈ પણ પ્રકારની સરકારી વસુલાત બાકીમાં ન હોવા બાબતનું પ્રમાણપત્ર. ગત વર્ષ હંગામી ફટાકડા વેચાણ-સંગ્રહ અંગેનો પરવાનો મેળવેલ હોય તો તેની સ્વપ્રમાણિત કરેલ નકલ સાથે જોડવાની રહેશે. આગામી તા. ૩૧ બાદ મળેલ અરજીઓ તથા અધુરી વિગતોવાળી અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહી તેમ વાંકાનેર સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ એ.એચ. શિરેસિયાની યાદીમાં જણાવાયું છે.

વાંકાનેર ફાયરીંગ બટ પાસે પ્રવેશબંધી

રાજકોટ ગ્રામ્યના અધિકારી/કર્મચારીઓની ફાયરીંગ પ્રેક્ટીસ માટે વાંકાનેર ફાયરીંગ બટ ખાતે ફાયરીંગ પ્રેક્ટીસ લેવાની હોવાથી ૯ નવેમ્બર સુધી વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુના વિસ્તારમાં રાહદારીઓ તેમજ વાહનો માટે પ્રવેશબંધી અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એન.કે. મુછાર દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. આ જાહેરનામાં અનુસાર મોરબી જિલ્લાના વાંકાનેર ખાતે ફાયરીંગ બટ વાંકાનેર રેલ્વે લાઈન તરફ (સિંધાવદર રેલ્વે ફાટકથી વાંકાનેર તરફ જતા રેલ્વે લાઈનને સમાંતર સામે અમરનગર ફાટક પાસે, ઉતરે આવેલ ડુંગરની ધાર પાસે) આવેલ છે, તે ફાયરીંગ બટ વિસ્તારમાં ૯ નવેમ્બર સુધી જાહેર જનતાને પ્રવેશવું નહીં, ત્યાંથી પસાર થવું નહીં, કોઈ વાહનો કે ઢોર સાથે ત્યાંથી પસાર થવું નહી. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૧ ની તથા ભારતના ફોજદારી અધિનિયમની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાપાત્ર થશે.






Latest News