મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળકના બનાવમાં ગુનો નોંધાયો મોરબીમાં પ્રભારી મંત્રીની હાજરીમાં સેવા સંકલ્પ અભિયાન સંદર્ભે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ મોરબીના સ્વ.માલાબેન કક્કડના સ્મરણાર્થે દિવ્યાંગ બાળકો માટે ભોજન પ્રસાદનું આયોજન મોરબીમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 25 વર્ષના સેવાકાળની ઉજવણીના ભાગરૂપે બુધવારે મોરબીમાં સેવા જ્યોત યાત્રાનું આયોજન મોરબીમાં વિદ્યુત સ્મશાન ખાતે રામધૂનના એક વર્ષ પૂર્ણ થવાના અવસરે 10મીએ ભવ્ય વાર્ષિકોત્સવનું આયોજન મોરબી કલામંદિર સંગીત ક્લાસના વિધાર્થીઓનો કલા મહાકુંભમાં દબદબો
Breaking news
Morbi Today

ઓનલાઈન ફ્રોડ: મોરબીના કારખાનેદારના બેન્ક એકાઉન્ટમાંથી ૩૫ લાખ રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર વિશ્વાસઘાત


SHARE









ઓનલાઈન ફ્રોડ: મોરબીના કારખાનેદારના બેન્ક એકાઉન્ટમાંથી ૩૫ લાખ રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર વિશ્વાસઘાત

મોરબીના કારખાનેદારનું એચડીએફસી બેન્કમાં એકાઉન્ટ આવેલ છે તે એકાઉન્ટમાંથી સમયાંતરે જુદા જુદા બેન્ક એકાઉન્ટમાં કોઈપણ રીતે ૩૫ લાખ રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કરી લેવામાં આવ્યા છે અને ઓનલાઈન ફ્રોડ કરવામાં આવ્યું છે જેથી કરીને ભોગ બનેલા કારખાનેદાર દ્વારા હાલમાં જુદા જુદા ત્રણ બેન્ક એકાઉન્ટના ધારકોની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના રવાપર ગામે ઉમિયા નગર સોસાયટીમાં આવેલ શુભ પેલેસ ફ્લેટ નં-૩૦૩ માં રહેતા આશિષભાઈ નરશીભાઈ સીતાપરા જાતે પટેલ (૩૬)એ હાલમાં આઇ.સી.આઇ.સી.આઇ. બેંક એકાઉન્ટ નંબર- ૭૭૪૦૦૧૦૦૦૧૧૪, આઇસીઆઇસીઆઇબેંક એકાઉન્ટ નંબર ૬૬૯૩૦૧૦૧૮૬૫૭ અને આઇડીએફસીબેંકએકાઉન્ટ નંબર ૧૦૧૩૦૭૮૯૯૬૫ ના ધારકોની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબીની એચડીએફસી બેન્કની બ્રાન્ચમાં તેનું વીકોન કંપની નામનો કરંટ એકાઉન્ટ અને સીસી એકાઉન્ટ છે જે એકાઉન્ટમાંથી જુદા જુદા ત્રણ બેન્ક એકાઉન્ટની અંદર સમયયાંતરે ફરિયાદીની જાણ બહાર કોઈ પણ રીતે ઇલેક્ટ્રોનિક માધ્યમનો ઉપયોગ કરીને કે પછી ફરિયાદીના નેટ બેન્કિંગના પાસવર્ડનો ઉપયોગ કરીને વિશ્વાસઘાત કરી તેના બેન્ક એકાઉન્ટમાંથી સમયાંતરે અનુક્રમે ૧૫ લાખ, ૧૦ લાખ અને ૧૦ લાખ રૂપિયા ટ્રાન્સફર કરી લેવામાં આવ્યા છે આમ કુલ મળીને જુદા જુદા ત્રણેય બેન્ક એકાઉન્ટમાં ૩૫ લાખ રૂપિયા ટ્રાન્સફર કરીને ઓનલાઈન ફ્રોડ કરવામાં આવ્યું છે જેથી કરીને હાલમાં ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે




Latest News