આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો મોરબીના ખાખરાળા ગામે આશાસ્પદ યુવાનને અંતિમ પગલું ભરી લેતા મોત ટંકારામાં હિટ એન્ડ રન : કાર ચાલકે મહિલાને હડફેટે લેતા સારવારમાં મોરબીમાં જૂની અદાવતમાં યુવાન ઉપર બેટ-લોખંડના સળિયા વડે હુમલો
Breaking news
Morbi Today

વાંકાનેરના રાતીદેવરી ગામે ભાયુ ભાગના મકાનના પ્લોટને વેચવા બાબતે મારામારી: સામસામી ફરિયાદ


SHARE













વાંકાનેરના રાતીદેવરી ગામે ભાયુ ભાગના મકાનના પ્લોટને વેચવા બાબતે મારામારી: સામસામી ફરિયાદ

વાંકાનેરના રાતીદેવરી ગામે ભાયુ ભાગના મકાનનો પ્લોટ વેચવા બાબતે ભાઈઓ વચ્ચે બોલાચાલી થઈ હતી ત્યારબાદ માથાકૂટ, ઝઘડો અને મારામારી થઈ હતી જેમાં બંને પક્ષીથી ઈજા પામેલ વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ હાલમાં બંને પક્ષેથી વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

વાંકાનેર નજીક રાતીદેવરી ગામે રહેતા ગોરધનભાઈ સામાભાઈ વોરા જાતે અનુ. જાતિ (૮૦)એ હાલમાં હરેશભાઈ પરસોત્તમભાઈ વોરા, વિજય પરસોત્તમભાઈ વોરા અને પરસોતમભાઈ સામાભાઈ વોરા રહે. બધા રાતીદેવરી વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, આરોપી હરેશભાઈએ તેને કહ્યું હતું કે અમારા ભાયુ ભાગનો મકાનનો પ્લોટ અમારે વેચી નાખવો છે તમે કેમ વેચવા નથી દેતા તેમ કહીને જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને ગાળો આપવાની ના પાડતા હાથમાં રહેલ લોખંડના પાઇપ વડે વૃદ્ધને જમણા હાથે અને ડાબા પગે માર મારીને ફ્રેકચર જેવી ઈજા કરી હતી તેમજ વિજયભાઈએ હાથમાં રહેલ ધારીયા વડે વૃદ્ધને વાંસા અને છાતીના ભાગે માર મારીને ઇજા કરેલ છે તેમજ પરસોતમભાઈએ તેના હાથમાં રહેલ લાકડી વડે ફરિયાદી વૃદ્ધને માથામાં માર મારીને ઈજા કરી હતી જેથી કરીને વૃદ્ધે સારવાર દીધા બાદ હાલમાં ત્રણેય વ્યક્તિઓની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

તો સામાપક્ષેથી આ બનાવમાં પરસોતમભાઈ સામાભાઈ વોરા (૬૯)એ હાલમાં પ્રેમજીભાઈ દેહાભાઇ વોરા, રમેશભાઈ ગોરધનભાઈ વોરા, ગોરધનભાઈ સામાભાઈ વોરા અને મનહરભાઈ દેહાભાઈ વોરા રહે. બધા રાતીદેવરી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યુ  છે કે, પ્રેમજીભાઈ વોરાએ કહ્યું હતું કે અમારા ભાયુ ભાગનો મકાનનો પ્લોટ તમારે વેચી નાખવો છે તે અમે વેચવા નહીં દઈએ તેમ કહીને ફરિયાદીને જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને ગાળો બોલવાની ના પાડતા રમેશભાઈએ તેના હાથમાં રહેલ લાકડી ફરિયાદીને જમણા પગમાં મારીને માર માર્યો હતો તેમજ હરેશભાઈને લાકડી વડે ડાબા પગના સાથળના ભાગે માર માર્યો હતો અને ગોરધનભાઈ તથા મનહરભાઈએ શરીરે મુંઢ માર મારીને ઇજા કરી હતી જેથી મારામારીના આ બનાવમાં બંને પક્ષેથી ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News