મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળકના બનાવમાં ગુનો નોંધાયો મોરબીમાં પ્રભારી મંત્રીની હાજરીમાં સેવા સંકલ્પ અભિયાન સંદર્ભે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ મોરબીના સ્વ.માલાબેન કક્કડના સ્મરણાર્થે દિવ્યાંગ બાળકો માટે ભોજન પ્રસાદનું આયોજન મોરબીમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 25 વર્ષના સેવાકાળની ઉજવણીના ભાગરૂપે બુધવારે મોરબીમાં સેવા જ્યોત યાત્રાનું આયોજન મોરબીમાં વિદ્યુત સ્મશાન ખાતે રામધૂનના એક વર્ષ પૂર્ણ થવાના અવસરે 10મીએ ભવ્ય વાર્ષિકોત્સવનું આયોજન મોરબી કલામંદિર સંગીત ક્લાસના વિધાર્થીઓનો કલા મહાકુંભમાં દબદબો
Breaking news
Morbi Today

મોરબીમાં ગાડી વેચવાનો સોદો નક્કી કરીને બીજાને વાહન વેંચી નાખી યુવાન સાથે દોઢ લાખની છેતરપિંડી


SHARE









મોરબીમાં ગાડી વેચવાનો સોદો નક્કી કરીને બીજાને વાહન વેંચી નાખી યુવાન સાથે દોઢ લાખની છેતરપિંડી

મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતા યુવાનને ૩ લાખમાં ઇકો ગાડી આપવાનો સોદો નક્કી કરીને નોટરી સમક્ષ લખાણ કરવામાં આવ્યું હતું અને તે યુવાન પાસેથી દોઢ લાખ રૂપિયા લઈ લીધા હતા અને બાકીની રકમ એક મહિનામાં આપવાનું નક્કી થયું હતું જો કે, ગાડીના અસલ ડોક્યુમેન્ટ લેવા જવાનું કહીને ગાડી લઈને બે શખ્સો ત્યાંથી ચાલ્યા ગયા હતા અને ફરિયાદી યુવાનના દોઢ લાખ રૂપિયા પરત આપેલ નથી તેમજ ગાડી અન્યને વેચાણ કરી નાખેલ છે જેથી કરીને યુવાન દ્વારા હાલમાં વિશ્વાસઘાત અને છેતરપિંડીની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના કાલિકા પ્લોટ શેરી નં-૪ માં રામદેવપીરના મંદિર પાસે રહેતા મનોજભાઈ રમેશભાઈ જાદવ જાતે અનુ. જાતી (૩૦)એ હાલમાં અનિલભાઈ ડાયાભાઈ જાદવ રહે. કાલીકા પ્લોટ શેરી નં-૪ અને મણીલાલ કરસનભાઈ કાલરીયા રહે. જીવાપર ચકમપર વાળાની સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે જેમાં તમે જણાવ્યુ છે કે, મણીલાલ કાલરીયાની માલિકીની ઇકો ગાડી નંબર જીજે ૩૬ એલ ૬૧૬૮ તેને ફરિયાદીને ત્રણ લાખમાં વેચાણ કરવા માટેનો સોદો નક્કી થયો હતો અને ફરિયાદીને નોટરી રૂબરૂ લઈ જઈ વેચાણ કરાર કરી તેની પાસેથી દોઢ લાખ રૂપિયા લીધા હતા અને બાકીની રકમ એક મહિના પછી આપવાનું નક્કી થયું હતું અને ઇકો ગાડી ફરિયાદી યુવાનને સોંપી ગાડીના અસલ ડોક્યુમેન્ટ લેવા જવાનું કહી ફરિયાદી યુવાનને વેચાણ કરેલ ઇકો ગાડી લઈને ગયા હતા અને ઇકો ગાડી તથા ફરિયાદી પાસેથી લીધેલા દોઢ લાખ રૂપિયા પરત ન આપીને તેની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવામાં આવી છે જેથી ભોગ બનેલ યુવાન દ્વારા હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. આર.એમ. ભટ્ટ ચલાવી રહ્યા છે




Latest News