હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

ટંકારાના સરાયા ગામે મોબાઈલ બાબતે પિતાએ ઠપકો આપતા ઝેરી દવા પી ગયેલ યુવતી સારવારમાં


SHARE













ટંકારાના સરાયા ગામે મોબાઈલ બાબતે પિતાએ ઠપકો આપતા ઝેરી દવા પી ગયેલ યુવતી સારવારમાં

ટંકારા તાલુકાના સરાયા ગામે રહેતી યુવતી વધુ પડતો મોબાઈલ વાપરતી હોવાથી તેને તેના પિતાએ ઠપકો આપ્યો હતો જેથી તે યુવતીને લાગી આવતા તેને વાડીએ હતી ત્યારે ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને આ યુવતીને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની પ્રાથમિક તપાસ મોરબી પોલીસે કરીને બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરી હતી

બનવાની જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના સરાયા ગામે પવિત્રા ઘનશ્યામભાઈ (૧૮) નામની યુવતીએ કોઈ કારણોસર વાડીએ કામ દરમિયાન ઝેરી દવા પી લીધી હતી જેથી તેને ઝેરી અસર થઈ હતી અને આ યુવતીને મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં તે યુવતીને સારવાર આપ્યા બાદ આ બનાવની પ્રથમ મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે આ બનાવની પ્રાથમિક તપાસ વી.કે. પટેલ દ્વારા કરવામાં આવી હતી તેઓની સાથે વાત કરતાં તેને જણાવ્યુ હતુ કે, યુવતી વધુ પડતો મોબાઈલ વાપરતી હતી જેથી કરીને તેને તેના પિતાએ ઠપકો આપ્યો હતી જેથી કરીને તેને લાગી આવતા તે યુવતી ઝેરી દવા પી ગઈ હતી હાલમાં આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરતાં હવે વધુ તપાસ ટંકારા તાલુકા પોલીસ દ્વારા કરવામાં આવશે

મહિલા સારવારમાં

મોરબીના વાવડી રોડ ઉપર રહેતા રેશમાબેન એજાજભાઈ આરબ (૨૮) નામની મહિલાને હાથમાં જીવડું કરડી ગયું હતું જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી અને આ બનાવની વધુ તપાસ વિપુલભાઈ પટેલ ચલાવી રહ્યા છે

મારા મારીમાં ઇજા

હળવદ તાલુકાના મંગળપુર ગામે મારામારીનો બનાવ બન્યો હતો અને તેમાં ઈશ્વરભાઈ અરજણભાઈ (૩૫) નામના યુવાનને ઇજાઓ થઈ હતી જેથી પ્રથમ તેને હળવદની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા છે અને આ બનાવમાં ઇજા પામેલા યુવાનને સારવાર આપ્યા બાદ આ બનાવની પ્રથમ મોરબી સીટીઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ વિપુલભાઈ પટેલ દ્વારા કરવામાં આવી છે જોકે આ બનાવ હળવદ તાલુકા પોલીસની હદનો હોવાથી ત્યાં આ બનાવની જાણ કરવામાં આવેલ છે

મહિલાને ઇજા

મોરબી નજીકના લાલપર ગામ પાસે આવેલ સીરામીક સીટી ખાતે રહેતા જયશ્રીબેન ચંદુભાઈ ચાવડા (૩૫) નામના મહિલા તેની દીકરી સાથે એકટીવામાં મોરબીની મોચી શેરીમાં રહેતા માતાને ત્યાં આવતા હતા ત્યારે મોરબીમાં મચ્છુ નદીમાં બનાવવામાં આવેલ બેઠા પુલ ઉપર અજાણી કારના ચાલકે તેઓના એકટીવાને ઠોકર મારી હતી જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અકસ્માતના બનાવમાં જયશ્રીબેન ચાવડાને ઇજા થયેલ હતી જેથી કરીને ઇજાગ્રસ્ત હાલતમાં તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી બી ડિવિઝન પોલિસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની વધુ તપાસ જે.જે. ડાંગર ચલાવી રહ્યા છે






Latest News