મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો
Breaking news
Morbi Today

વાંકાનેરના દારૂના ગુનામાં-ટંકારાના ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી પડ્યા


SHARE







વાંકાનેરના દારૂના ગુનામાં-ટંકારાના ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી પડ્યા

વાંકાનેર તાલુકાના વર્ષ ૨૦૧૧ ના દારૂના ગુનામાં નાસતા ફરતા આરોપીને તેમજ ટંકારા તાલુકામાં વર્સ ૨૦૨૨ માં થયેલ જીરાની ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપીને પેરોલ ફર્લો સ્કોડની ટીમે પકડીને સ્થાનિક પોલીસને સોપી આપેલ છે

મોરબી પેરોલ ફર્લો સ્કોડના વિક્રમસિંહ બોરાણા, જયવંતસિંહ ગોહીલ, પૃથ્વીરાજસિંહ જાડેજા તથા  દશરથસિંહ ચાવડાને ખાનગી રાહે હકિકત મળેલ હતી કે, વાંકાનેર તાલુકાના વર્ષ ૨૦૧૧ ના દારૂના નાસતો ફરતો આરોપી હમીરસિંહ કેસરીસિંહ રાઠોડ રહે. ચીબોડા વાગાવત  તાલુકો ગીંગલા જીલ્લો સલંબર (રાજસ્થાન) વાળો હાલે અમદાવાદ મણીનગર વિસ્તારમાં છે જેથી ત્યાં જઈને અમદાવાદ ખાતેથી આરોપી હમીરસિંહ ઉર્ફે હમેરસિંહ કેસરીસિંહ ઉર્ફે કેસરસિંહ ગંગારસિંહ રાઠોડ જાતે રાજપુત (૪૨) રહે. હાલ અમદાવાદ મણીનગર ૭-ડેસ્કુલની બાજુમાં ધીરજ હાઉસીંગ વડવાળા ડેરી નામની દુકાનમાં તાલુકો અમદાવાદ મુળ રાજસ્થાન વાળાની ધરપકડ કરેલ છે અને આરોપીને વાંકાનેર તાલુકા પોલીસ હવાલે કરેલ છે

આવી જ રીતે ચંદુભાઇ કાણોતરા, દશરથસિંહ પરમાર, ભરતભાઇ જીલરીયા અને તેજશભાઇ વિડજાને ખાનગી રાહે હકિકત મળેલ હતી કે, ટંકારા તાલુકામાં વર્સ ૨૦૨૨ માં થયેલ જીરાની ચોરીના ગુનામાં નાસતો ફરતો આરોપી અજય ઉર્ફે અજલો ઉર્ફે ખુજલી ભુરીયા રહે. મોરબી પાડાપુલ નીચે મૂળ રહે. બેટમા તાલુકો દેપાલપુર (ઇન્દોર) વાળો હાલે પાડાપુલ નીચે આવેલ હોવાની ચોકકસ અને ભરોસાપાત્ર હકીકત હતી જેના આધારે પોલીસે આરોપી અજય ઉર્ફે અજલો ઉર્ફે ખુજલી મદનભાઇ (પાલક પિતા પ્રકાશભાઇ) ભુરીયા જાતે અનુ. જનજાતી (રર) રહે. પાડાપુલ નીચે મોરબી મૂળ રહે. બેટમા (ઇન્દોર) વાળાને પકડીને ટંકારા પોલીસ સ્ટેશનને સોપી આપેલ છે. આ શખ્સ ૮,૨૧,૦૦૦ ના જીરાની ચોરીના ગુનામાં સંડોવાયેલ છે

લીલાપર ગામે મારામારી
મોરબીના લીલાપર ગામ પાસે આવેલા મેજર સીરામીકની પાસે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં જીગ્નેશ ગોવિંદભાઈ સોલંકી નામના ૧૮ વર્ષના યુવાનને ઇજાઓ થતા તેને મોરબીની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો અને હોસ્પિટલ ખાતે તેની સારવાર કરવામાં આવ્યા બાદ તાલુકા પોલીસ મથકમાં આ બાબતે જાણ કરાતા તાલુકા પોલીસ મથકના બીટ વિસ્તારના જમાદાર સબળસિંહ સોલંકી દ્વારા મારામારીના કારણ બાબતે આગળની તપાસ હાથ ધરાઈ છે.

અકસ્માતના ગુનામાં ધરપકડ
મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં થયેલ વાહન અકસ્માતના બનાવમાં વ્યક્તિનું મૃત્યુ નીપજયુ હતુ. જે બાબતે નોંધાવવામાં આવેલી ફરિયાદમાં તપાસ દરમિયાન તાલુકા પોલીસ મથકના પીએસઆઇ એસ.એન.સગારકા દ્વારા ફેટલ અકસ્માતના ગુનામાં આરોપી ઈરફાન અનવર ભટ્ટી જાતે મિંયાણા (૩૦) રહે.જખો (કચ્છ) વાળાની ધરપકડ કરવામાં આવી હતી.






Latest News