મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીના લાલપર ગામ પાસે પગપાળા જતા માતા-પુત્રને ઇકો કારના ચાલકે હડફેટ લેતા સારવારમાં


SHARE







મોરબીના લાલપર ગામ પાસે પગપાળા જતા માતા-પુત્રને ઇકો કારના ચાલકે હડફેટ લેતા સારવારમાં

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા લાલપર ગામ પાસે વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો.જેમાં પગપાળા જઈ રહેલા માતા- પુત્રને ઇકો કારના ચાલકે હડફેટે લેતા બંનેને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને આ બાબતે તાલુકા પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે લાલ lપર ગામે સીરામીક સિટી વિસ્તારમાં રહેતા હેતલબેન મહેશભાઈ વારેવડીયા (૩૪) અને તેમનો પુત્ર જૈનિશ મહેશભાઈ વારેવડીયા (૧૨) બને મોરબીના લાલપર ગામ પાસેથી પગપાળા જતા હતા ત્યાં મેલડી માતાના મંદિર નજીક તેઓને અજાણ્યા ઇકો કારના ચાલકે હડફેટે લેતા બંનેને ઇજાઓ થતા સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને આ બાબતે ત્યાં તેઓની સારવાર કરવામાં આવ્યા બાદ હાલ તાલુકા પોલીસમાં જાણ કરાતા તાલુકા પોલીસ મથકના જસપાલસિંહ જાડેજા દ્વારા આ બાબતે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

પતિએ માર મારતા સારવારમાં

મોરબીના જેતપર રોડ ઉપર આવેલા કેનવાસ સીરામીકના લેબર કવાટરમાં રહીને મજૂરી કામ કરતા શારદાબેન કલસિંગભાઈ ભાભોર નામની ૩૫ વર્ષની મહિલાને તેના પતિ દ્વારા લોખંડના પાઇપ વડે માર મારવામાં આવ્યો હતો જેથી ઈજા પામેલા શારદાબેન ભાભોરને મોરબીના સામાકાંઠેની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં તેઓની સારવાર કરવામાં આવ્યા બાદ આ બાબતે જ જાણ કરવામાં આવેલી હોય હાલ તાલુકા પોલીસ મથકના વિજયભાઈ ડાંગર દ્વારા આ બાબતે આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.

મારામારીમાં ઈજા થતા સારવારમાં

મોરબીના માળિયા હાઇવે ઉપર આવેલા નવી ટીબડી ગામે રહેતા અજય કરસનભાઈ કોરવાડીયા નામના ૩૫ વર્ષના યુવાનને તેના ઘરે કોઈ બાબતે થયેલ મારામારીના બનાવમાં ઈજાઓ થતા સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યો હતો અને આ બાબતે જાણ થતા હાલ તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયા આગળની તપાસ ચલાવી રહ્યા છે.

યુવાન સારવારમાં

મોરબીના લીલાપર ગામ પાસે રહીને મજૂરી કામ કરતો ક્રિષ્નાભાઈ ચતુરભાઈ ઠાકોર નામનો ૩૫ વર્ષનો યુવાન તેના ઘર નજીક કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી ગયો હોવાથી તેને મોરબી મંગલમ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો અને ત્યાં તેની સારવાર કરવામાં આવ્યા બાદ આ ઉપરોક્ત બનાવ બાબતે હોસ્પિટલ તરફથી તાલુકા પોલીસમાં જાણ કરાતા તાલુકા પોલીસ મથકના જશપાલસિંહ જાડેજા દ્વારા બનાવના કારણ અંગે આગળની તપાસ કરવામાં આવી હતી.






Latest News