મોરબીમાં દારૂના ગુનામાં સંડોવાયેલ બે શખ્સ પાસે હેઠળ જેલલ હવાલે: હળવદ તાલુકાના દારૂના ગુનામાં આરોપી 13 વર્ષે ઝડપાયો વાંકાનેર પાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ત્રણ બેઠક બિન હરીફ !, ભાજપ વર્ષોથી વોર્ડ 4 માં ઉમેદવાર ઉભા રાખતી જ નથી મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોણે કોણે ભર્યા ઉમેદવારી પત્રો: પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી ! વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર
Breaking news
Morbi Today

માળીયા (મી)ના ભીમાસર ઓવરબ્રિજ પાસે રોડ સાઈડમાં ઊભેલી કારમાં ટ્રક અથડાતાં બે મહિલાને ઇજા: કારમાં નુકશાન


SHARE













માળીયા (મી)ના ભીમાસર ઓવરબ્રિજ પાસે રોડ સાઈડમાં ઊભેલી કારમાં ટ્રક અથડાતાં બે મહિલાને ઇજા: કારમાં નુકશાન

માળીયા મીયાણા નજીક નેશનલ હાઇવે રોડ ઉપર આવેલ ભીમાસર ઓવરબ્રિજ પાસે રોડ સાઈડમાં કાર ઉભી રાખીને ઉભેલા યુવાની કારમાં પાછળના ભાગેથી ટ્રક ચાલકે પોતાનો ટ્રક અથડાવ્યો હતો જેથી કરીને કારમાં બેઠેલ બે મહિલાઓને ઇજાઓ થઈ હતી અને તેને સારવારમાં લઈ ગયા હતા અને કારમાં નુકસાની થયેલ હોવાથી હાલમાં ભોગ બનેલા યુવાન દ્વારા માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં જલાલ ચોક મસ્જિદની બાજુમાં રહેતા ઇમરાનભાઈ મહમદભાઈ પલેજા જાતે સંધિ મુસલમાન (૪૦)એ હાલમાં માળીયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રક નંબર જીજે ૪ એક્સ ૬૩૪૪ ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, માળીયા મીયાણા નજીકની પસાર થતાં નેશનલ હાઈવે રોડ ઉપર ભીમાસર ઓવરબ્રિજ પાસે મોરબી તરફના છેડા પાસે તે પોતાની કાર નંબર જીજે ૩૬ એસી ૪૭૦૫ લઈને રોડ સાઈડમાં ઉભા હતા તે વખતે આરોપી ટ્રક ચાલકે પોતાનો ટ્રક બેફિકરાયથી ચલાવીને ફરિયાદીની ગાડીમાં પાછળથી અથડાવ્યો હતો જેથી કરીને ગાડીમાં બેઠેલા ફરીદાબેનને માથામાં હેમરેજ અને મોઢા તેમજ જડબાના ભાગે ફેક્ચર જેવી ઈજા થયેલ છે તેમજ રોશનબેનને વાસા અને કમરના ભાગે ઇજાઓ થતા તેઓને સારવાર માટે ખસેડવામાં આવેલ છે અને ફરિયાદીની કારમાં નુકસાની પણ થયેલ હોવાથી હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News