મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ અને ટંકારા શિશુ મંદિર દ્વારા મેડિકલ કેમ્પ યોજાશે મોરબીમાં યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા બ્લડની તાત્કાલિક જરૂરિયાત પુરી કરાઇ તસ્કરોનું નાઈટ પેટ્રોલીંગ ચાલુ !: માળિયા (મિં)ના રોહિશાળા ગામે એક જ રાતમાં 3 મકાન, 2 મંદિર, દુકાન અને ગ્રામ પંચાયતમાં ચોરી મોરબીમાં શિવરાત્રીના દિવસે દુકાનો ખુલ્લી રાખીને નોનવેજનું વેચાણ કરનારા બે વેપારી સામે ગુનો નોંધાયો મોરબી જિલ્લા ભાજપમાં ઉપપ્રમુખ નિર્મળાબેન હડિયલનું અનસ્ટોપેબલ વોરિયર્સ દ્વારા કરાયું સન્માન મોરબી જીલ્લામાં CET ની પરીક્ષા વધુ માર્કસ મેળવનારા વિદ્યાર્થીઓએ કર્યો સાયન્સ સીટીનો પ્રવાસ મોરબીમાં લોકોને નાના દરની ચલણી નોટ આપવાનું કહીને અઢી લાખની ઠગાઇ કરનારા આરોપીની ધરપકડ મોરબીમાં સોની યુવાનની નિર્મમ હત્યાના ગુનામાં કાયદાના સંઘર્ષમાં આવેલા બે બાળકિશોરને પોલીસે હસ્તગત કર્યા: હથિયાર-વાહન કબ્જે
Breaking news
Morbi Today

ટંકારાના નેકનામ રોડે કારખાનામાં પતરાં ઉપરથી નીચે પડતા યુવાનનું મોત


SHARE













ટંકારાના નેકનામ રોડે કારખાનામાં પતરાં ઉપરથી નીચે પડતા યુવાનનું મોત

ટંકારાના નેકનામ રોડ ઉપર આવેલ કારખાનામાં કામગીરી દરમિયાન પતરા ઉપરથી યુવાન નીચે પટકાયો હતો જેથી કરીને ઇજા પામેલા યુવાનને મોરબી સિવિલ હોસ્પિટલ સુધી સારવાર માટે લઈને આવ્યા હતા ત્યાં સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવી જાણવા મળતી માહિતી મુજબ મૂળ ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લાનો રહેવાસી અને હાલમાં ટંકારા તાલુકાના નેકનામ રોડ ઉપર આવેલ એન્ટીટી માઈનરોક એલએલપી નામના કારખાનાની ઓરડીમાં રહેતો અને ત્યાં મજૂરી કામ કરતો અજીતકુમાર સ્વામીનાથન ચૌહાણ જાતે નોનિયા (૨૩) નામનો યુવાન કારખાનામાં પતરા ઉપર ચડીને કામગીરી કરી રહ્યો હતો ત્યારે કારખાનાના સેડના પતરા ઉપરથી તે નીચે પટકાતા તેને ગંભીર ઇજા થઈ હતી જેથી કરીને ઇજાગ્રસ્તને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો અને આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે વધુમાં જાણવા મળતી માહિતી પ્રમાણે પતરા પર લોખંડની સીડી બનાવવાનું કામ મૃતક યુવાન કરી રહ્યો હતો ત્યારે અકસ્માતે તે નીચે પડી જતા તેને માથાના ભાગે ગંભીર જાત થઇ હોવાથી તેનું મોત નીપજયું હતું જેની પોલીસે નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે








Latest News