મોરબી મહાપાલિકાની નવી ઝોન ઓફિસના બાંધકામમાં કોન્ટ્રાક્ટર દ્વારા લોટ, પાણીને લાકડા: શહેર કોંગ્રેસના પ્રમુખનો આક્ષેપ મોરબી વાંકાનેર શહેરી વિકાસ સત્તામંડળની મુસદ્દારૂપ વિકાસ યોજનાના વાંધા સૂચનો મંગાવ્યા માળીયા (મી)નાવવાણિયા ગામેસ્મશાનમાં મૂકવામાંઆવલે દેવી-દેવતાઓની મૂર્તિઓને ખંડિત કરનાર સામે આકરા પગલાં લેવાની માંગ મોરબીમાં આર્થિક શક્તિ અને વૈશ્વિક નેતૃત્વ વિષય પર વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ અંતર્ગત વાર્તાલાપ યોજાયો મોરબીમાં શ્રાવણ માસના બીજા સોમવારે ગૌરક્ષકો દ્વારા કતલખાને લઈ જવાતા 29 અબોલ જીવને બચાવવામાં આવ્યા મોરબીના વોર્ડ નં 7 માં પ્રાથમિક સમસ્યાઓ ઉકેલવા માટે ચૂંટાયેલા સભ્યે કરી કમિશ્નરને લેખિતમાં રજૂઆત હળવદ તાલુકામાં બિનઅધિકૃત રેતી ખનન: 40 લાખનું એક્ષકેવેટર મશીન સીઝ મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો
Breaking news
Morbi Today

માળિયા (મી)-કચ્છ હાઇવે ઉપર આર્ટિગાને ટ્રક ચાલકે ટક્કર મારતા અકસ્માત: ઇજા પામેલા સાત વ્યક્તિ સારવારમાં


SHARE







માળિયા (મી)-કચ્છ હાઇવે ઉપર આર્ટિગાને ટ્રક ચાલકે ટક્કર મારતા અકસ્માત: ઇજા પામેલા સાત વ્યક્તિ સારવારમાં

માળિયા કચ્છ હાઇવે ઉપર આવેલ આરામ હોટલ પાસે આર્ટિગા ગાડીને ટ્રક ચાલકે હડફેટ લીધી હતી જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં આર્ટિગા ગાડીની અંદર બેઠેલા કુલ મળીને નવ વ્યક્તિઓને ઇજાઓ થઇ હોવાથી ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યારબાદ હાલમાં ભોગ બનેલા યુવાન દ્વારા નોંધવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ચાલકની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જોડિયા તાલુકાના બેરાજ ગામના રહેવાસી અને શાકભાજીનો વેપાર કરતા અનિલભાઈ જગદીશભાઈ સોલંકી જાતે દેવીપુજક (૨૫)એ હાલમાં ટ્રક નંબર આરજે ૧૩ જીબી ૨૬૫૧ ના ચાલક સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું હતું કે, માળિયા કચ્છ હાઇવે ઉપર આવેલ આરામ હોટલ પાસેથી તેઓ પોતાની હવાલા વાળી આર્ટિગા કાર નંબર જીજે ૪ સીઆર ૬૭૫૫ લઈને જઈ રહ્યા હતા ત્યારે ટ્રક ચાલકે બેફિકરાઈથી પોતાનું વાહન ચલાવ્યું હતું અને ફરિયાદીની આર્ટિગાને ખાલી સાઇડમાંથી હડફેટે લીધી હતી અને ત્યારે ગાડીમાં બેઠેલા ફરિયાદી અનિલભાઈ તેમજ મણીબેન, જયંતીભાઈ, ઉમેદભાઈ, જગદીશભાઈ, સોહમભાઈ, ચીમનભાઈ અને શૈલેષભાઈને નાના મોટી ઈજાઓ થઈ હતી જેથી કરીને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈને આવ્યા હતા જેમાં શૈલેષભાઈને માથામાં હેમરેજ અને બંને સાથળના ભાગે ફેક્ચર જેવી ઇજાઓ થઈ હતી અને આ અકસ્માતના બનાવમાં ઈજા પામેલા વ્યક્તિઓએ સારવાર લીધા બાદ અનિલભાઈ સોલંકીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

પાંચ બોટલ દારૂ

માળીયા મીયાણા તાલુકા પોલીસની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે માળિયા તાલુકાના મોટી બરાર ગામથી આગળના ભાગમાં આવતા સીએનજીના પંપ પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની પાંચ બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે ૧૫૧૦ ની કિંમતના દારૂના જથ્થા સાથે ઝાકીર હુસેનભાઇ માલાણી જાતે મિયાણા (૧૯) રહે. માળિયા મીયાણા મોટી બજાર વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આ શખ્સની પાસેથી મળી આવેલ દારૂની બોટલ તે કોની પાસેથી લાવ્યો હતો અને કોને આપવા માટે જતો હતો તે દિશામાં પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવેલ છે




Latest News