મોરબીમાં તંત્ર દ્વારા આયોજિત વિકસિત ભારત સંકલ્પ સભામાં ટાર્ગેટ મુજબ જનમેદની એકત્રિત ન થતાં સંગઠનની નબળાઈ ઉડીને આંખે વળગી મોરબીની રવિરાજ ચોકડી પાસે કેબિનમાંથી ગાંજાનું વેચાણ કરતાં બે શખ્સો 958 ગ્રામ ગાંજા સાથે ઝડપાયા મોરબી ધ વી.સી.હાઈસ્કૂલમાં 50 વર્ષ પહેલા સાથે ભણતા વિદ્યાર્થીઓનુ સ્નેહમિલન યોજાયુ મોરબીના રફાળેશ્વર ગામ પાસે જેટકોના સબ સ્ટેશનમાંથી 78 હજારથી વધુની કિંમતના કોપર વાયરની ચોરી મોરબીમાં આંગડિયા પેઢીના કર્મચારીએ કરી 1.08 કરોડની ઉચાપત મોરબી-કંડલા રોડ ઉપર પોલીસની ચેકપોસ્ટ પાસેથી ટ્રક ચાલકે એસટીને ટક્કર મારતા ત્રિપાલ અકસ્માત માળીયા (મી)માં લગ્નજીવન ન બગડે તે માટે સજાવતી પત્નીને પતિએ વાળ પકડીને નીચે પડી દઈને ધોકા વડે માર માર્યો મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીમાં પરિણીતાને ત્રાસ આપીને મારવા મજબૂર કરનારા પતિ સહિત ચારની ધરપકડ


SHARE











મોરબીમાં પરિણીતાને ત્રાસ આપીને મારવા મજબૂર કરનારા પતિ સહિત ચારની ધરપકડ

મોરબી શહેરના રોહિદાસપરા વિસ્તારની અંદર રહેતી પરણીતાએ થોડા દિવાસ પહેલા ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો જે બનાવમાં મૃતક મહિલાની માતાએ તેની દીકરીને કરિયાવર બાબતે અને નાની નાની  બાબતેમાં માર મારીને મારવા માટે મજબૂર કરી હોવાની મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશને તેના જમાઈ સહિત કુલ મળીને ચાર વ્યક્તિઓની સામે ફરિયાદ કરી હતી જે ચારેય આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના રોહીદાસપરા વિસ્તારની અંદર રહેતા મિત્તલબેન મનસુખભાઈ ચૌહાણ જાતે અનુ. જાતી (૨૩)એ પોતે પોતાના ઘરે હતા ત્યારે ઘરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તે મહિલાનું મોત નીપજયું હતું જે બનાવમાં મૃતક મિતલબેનના માતા ગીતાબેન કિશોરભાઇ પરમાર જાતે અનુ. જાતિ (૫૦) રહે. હાલ મકનસર પ્રેમજીનગર મૂળ રહે ધ્રાંગધ્રા વાળાએ તેના જમાઈ મનસુખભાઇ ઉર્ફે જીગો દેવજીભાઇ મીઠાભાઇ ચૌહાણ, દીકરીના સાસુ કાંતાબેન દેવજીભાઇ મીઠાભાઇ ચૌહાણ, નણંદ અરૂણાબેન ઉર્ફે પપુ દેવજીભાઇ મીઠાભાઇ ચૌહાણ અને જેઠ ગોપાલભાઇ દેવજીભાઇ મીઠાભાઇ ચૌહાણ રહે. બધા રોહિદાસપરા મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવી હતી કે, તેની દીકરીને ઘરની નાની નાની વાતમા ગાળો આપીને ઢીકાપાટુનો માર મારતા હતા અને વધુ કરીયાવર લાવવા બાબતે અવાર નવાર મેણા ટોણા મારતા હતા જેથી શારીરીક તથા માનસીક ત્રાસથી કંટાળીને તેની દીકરી મિતલબેને આપઘાત કરેલ છે જેથી મૃતકની માતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે પતિ સહિત ચાર સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને હાલમાં આ મનસુખભાઇ ઉર્ફે જીગો દેવજીભાઇ મીઠાભાઇ ચૌહાણ (૨૬), દીકરીના સાસુ કાંતાબેન દેવજીભાઇ મીઠાભાઇ ચૌહાણ (૫૫), નણંદ અરૂણાબેન ઉર્ફે પપુ દેવજીભાઇ ચૌહાણ (૩૦)અને જેઠ ગોપાલભાઇ દેવજીભાઇ મીઠાભાઇ ચૌહાણ (૩૪) રહે. બધા રોહિદાસપરા મોરબી વાળાની પોલીસે ધરપકડ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે




Latest News