મોરબી એસપી રોડના ખુણે 122 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો, એકની શોધખોળ મોરબીમાં વોર્ડ નં-2 મહીલા કોર્પોરેટર રાજીનામું આપવા ભાજપ કાર્યાલય પહોચ્યા મોરબીના ધરમપુર-ટીંબડી બ્રિજના ચાલુ કામે ડાયવર્ઝન પર પાણી ફરી વળતા રસ્તો વાહનવ્યવહાર માટે બંધ મોરબી જિલ્લામાં મેઘમહેર: મોરબી, માળિયા અને વાંકાનેરમાં અઢી ઇંચ, ટંકારા-હળવદમાં બે ઇંચ વરસાદ વાંકાનેરના ગુંદાખડા ગામ પાસે બાઈક સાથે બાઈક અથડાતા યુવાનને માથા અને શરીરે ગંભીર ઇજા વાંકાનેરના ઢુવા ગામે ઘરમાંથી 70,000 ના તાંબા પીતળ વાસણની ચોરી: ભાભીએ નોંધાવી દિયર સામે ફરિયાદ હળવદના ઘનશ્યામપુર ગામ નજીક રિક્ષા અને કાર વચ્ચે અકસ્માત: ઈજા પામેલ પાંચ વ્યક્તિઓ સારવારમાં મોરબીની ઉમા ટાઉનશીપમાં વૈભવ હાઇટ્સમાં જુગારની રેડ, 6 શખ્સો 1.18 લાખની રોકડ સાથે ઝડપાયા
Breaking news
Morbi Today

વાંકાનેરના નવાપરામાં ઘરમાં પહેલા માળેથી નીચે પટકાતા ઈજા પામેલ દોઢ વર્ષની બાળકીનું મોત


SHARE







વાંકાનેરના નવાપરામાં ઘરમાં પહેલા માળેથી નીચે પટકાતા ઈજા પામેલ દોઢ વર્ષની બાળકીનું મોત

વાંકાનેરના નવાપરામાં ઘરે પહેલા માળેથી નીચે પટકાતા ગંભીર રીતે ઈજા પામેલ દોઢ વર્ષની બાળકીને વાંકાનેરમાં સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા ત્યાં સારવાર દરમિયાન તે બાળકીનું મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસને જાણ કરવા માટેની કવાયતા કરવામાં આવી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર નજીક આવેલ થાન ચોકડી પાસે રહેતા બાળકિશોર ભુરીયાની દોઢ વર્ષની દીકરી નંદીની વાંકાનેરના નવાપરા વિસ્તારમાં જીતુભાઈના ઘરે પહેલા માળેથી નીચે પટકાઈ હતી જેથી કરીને તે બાળકીને ગંભીર ઇજા થઈ હોવાથી પ્રથમ સારવાર માટે વાંકાનેરની હોસ્પીટલમાં લઈને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા જોકે સારવાર દરમિયાન તે બાળકીનું મોત નીપજયું હતું જેથી રાજકોટની સરકારી હોસ્પિટલ મારફતે આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરવા માટેની કવાયાત હાથ ધરવામાં આવી હતી

મહિલા ડીઝલ પી ગઈ

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ રણછોડનગરમાં સાઈબાબા મંદિર પાસે રહેતા સહેનાઝબેન ઇમરાનભાઈ (૩૦) નામની મહિલા કોઈ કારણોસર પોતે પોતાના ઘરે હતી ત્યારે ત્યાં ડીઝલ પી ગઈ હતી જેથી કરીને તેને પ્રથમ સારવાર માટે મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ છે અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News