મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના નિવાસ સ્થાને સ્નેહ મિલનના કાર્યક્રમનું આયોજન મોરબી જીલ્લાની 349 ગ્રામ પંચાયતના સરપંચ પદ માટે અનામત બેઠકોનું જાહેરનામું પ્રસિદ્ધ મોરબીમાં સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા રવિવારે સ્નેહ મિલન-સંગીત સંધ્યાનું આયોજન મોરબી જલારામ ધામ ખાતે જલારામ બાપાની ૨૨૭ મી જન્મજયંતિએ પંચવિધ કાર્યક્રમનું આયોજન કચ્છના સુખપર (રોહા) ખાતે સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા સ્નેહમિલન-ડાયરાનો કાર્યક્રમ યોજાયો મોરબી જીલ્લામાં ઉદ્યોગ સાહસિકોને વિકસિત ગુજરાત ઔદ્યોગિક નીતિ-૨૦૨૬ નું માર્ગદર્શન અને સહાય-સબસિડીની માહિતી આપવા માટે સેમિનાર યોજાયો મોરબીના ટીંબડી ગામના સોલંકી પરિવાર માટે ડો. આંબેડકર આવાસ યોજના બની આશીર્વાદ મોરબી: રાષ્ટ્રીય અન્ન સુરક્ષા અધિનિયમ (NFSA) અંતર્ગત પાત્ર પરિવારોને રાહતદરે અનાજનો લાભ
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક લિંબાળા પાસે પમ્પિંગ સ્ટેશનમાંથી ૪.૮૦ લાખના ૮૦૦ કિલો કોપર વાયરની ચોરી


SHARE































વાંકાનેર નજીક લિંબાળા પાસે પમ્પિંગ સ્ટેશનમાંથી ૪.૮૦ લાખના ૮૦૦ કિલો કોપર વાયરની ચોરી

વાંકાનેર નજીક લિંબાળાની ધાર પાસે આવેલ ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના હેડ વર્ક ખાતે ચાલુ ટ્રાન્સફોર્મરમાંથી ૫૦૦ કિલો કોપર વાયર તેમજ સ્પેર ટ્રાન્સફોર્મરમાંથી ૩૦૦ કિલો કોપર વાયર આમ કુલ મળીને ૮૦૦ કિલો કોપર વાયરની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ૪.૮૦ લાખના મુદ્દામાલની ચોરી થઈ હોવા અંગેની હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે કોન્ટ્રાક્ટર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે અજાણ્ય શખ્સની સામે ચોરીનો ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ અમદાવાદના વટવા ગામે ધર્મભૂમિ સોસાયટી ખાતે રહેતા ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડમાં કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા મુકેશભાઈ ભગવાનજીભાઈ મારવાણીયા જાતે પટેલ (૫૪)એ હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, વાંકાનેર નજીક આવેલ લિંબાળાની ધાર પાસે ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડનું હેડ વર્ક આવેલ છે અને ત્યાં પંપીંગ સ્ટેશન ખાતેથી ગામડાઓને પાણીની સપ્લાય કરવામાં આવતી હોય છે જોકે કોઈ અજાણ્યા શખ્સ દ્વારા રાત્રીના સમયગાળા દરમિયાન હેડ વર્ક ખાતે પંપીંગ સ્ટેશનના કમ્પાઉન્ડમાં પ્રવેશ કરીને ચાલુ ટ્રાન્સફોર્મર ૪૦૦ કેવીએ માંથી ૫૦૦ કિલો કોપર વાયર તેમજ સ્પેર ટ્રાન્સફોર્મર ૨૫૦ કેવીએ માંથી ૩૦૦ કિલો કોપર વાયર આમ કુલ મળીને ૮૦૦ કિલો કોપર વાયરની ચોરી કરવામાં આવેલ છે અને કોપર વાયરની એક કિલોની કિંમત ૬૦૦ લેખે કુલ મળીને ૪.૮૦ લાખના કોપર વાયરની ચોરી કરવામાં આવેલ છે જેથી હાલમાં કોન્ટ્રાક્ટર દ્વારા નોંધવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે આઈપીસી કલમ ૪૫૭, ૪૫૪ અને ૩૮૦ મુજબ ગુનો નોધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે અને આ અંગેની આગળની વધુ તપાસ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા પીએસઆઇ કે.કે. ચાનીયા ચલાવી રહ્યા છે












Latest News