માળીયા (મી)માં કોર્ટ સામે બોલેરોની પાછળ બોલેરો અથડાવતા પલટી મારી ગયેલ ગાડી નીચે દબાઈ જવાથી યુવાનનું મોત
SHARE
માળીયા (મી)માં કોર્ટ સામે બોલેરોની પાછળ બોલેરો અથડાવતા પલટી મારી ગયેલ ગાડી નીચે દબાઈ જવાથી યુવાનનું મોત
જામનગર શહેરમાં આવેલ મફતીયાપરા વિસ્તારની અંદર રહેતા અને ભૂંડ પકડવાનું કામકાજ કરતા સરદારજી બોલેરો ગાડી લઈને હળવદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ખેતરમાં ભૂંડનો ત્રાસ હોય તો ત્યાં ભૂંડ પકડવા માટે થઈને આવ્યા હતા જોકે તે વિસ્તારની અંદર ભૂંડ પકડવાની કામગીરી કરતા અન્ય સરદારજીઓ તેઓને જોઈ ગયા હતા જેથી ત્યાં ઝઘડો થાય એવી શક્યતા હોવાના કારણે જામનગરથી આવેલા સરદારજી પોતાની બોલેરો ગાડી લઈને પાછા જઈ રહ્યા હતા ત્યારે માળીયા શહેરમાં આવેલ કોર્ટની સામેના ભાગમાં તેઓની બોલેરો ગાડીની પાછળના ભાગમાં આરોપીઓએ પોતાની બોલેરો ગાડી અથડાવી હતી જેથી કરીને જામનગરથી આવેલા સરદારજી વાળી બોલેરો ગાડી પલટી મારી જતા તે ગાડીમાં બેઠેલ યુવાન બોલેરો ગાડી નીચે દબાઈ જતા તેને છાતીના ભાગે ગંભીર ઇજા થઈ હતી જેથી તેનું મોત નીપજયું હતું અને અન્ય વ્યક્તિઓને નાના મોટી ઈજાઓ થઈ હતી જેથી કરીને સારવાર લીધા બાદ હાલમાં બે શખ્સોની સામે માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ જામનગરમાં મહાકાળી સર્કલ એરપોર્ટ રોડ ઠીચડા સેના નગરની બાજુમાં મફતીયા પરા વિસ્તારમાં રહેતા શેરસિંહ રણજીતસિંગ ખીચી જાતે સરદારજી (૪૪)એ હાલમાં માળીયા મિયાણા તાલુકા પોલીસ સ્ટેશને હરમીદરસીગ પ્યારેસીગ ટાંક રહે. હળવદ અને પ્યારેસીગ ટાંક રહે. હળવદ વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, ફરિયાદી શેરસિંહ તેમજ દીપકભાઈ, નયનભાઈ ગોહીલ, અર્જુનસિંહ ધરમસિંગ, વિક્રમ રાઠોડ વિક્રમસિંહ ખીચી અને સોનુસિંગ બોલેરો ગાડી નંબર જીજે ૧૦ ટીટી ૭૬૩૭ લઈને હળવદ તાલુકાના ધનાળા ગામ પાસે આવેલ વાડી વિસ્તારમાં ભૂંડનો ત્રાસ હોય ત્યાં ભૂંડ પકડવા માટે થઈને ગયા હતા જો કે ત્યાં ભૂંડ પકડ્યા ન હતા દરમ્યાન હરમીદરસીગ પ્યારેસીગ ટાંક અને પ્યારેસીગ ટાંક કે જેઓ ત્યાં તે વિસ્તારમાં ભૂંડ પકડવાની કામગીરી કરતા હોય છે તે તેઓને જોઈ જતા ત્યાં માથાકૂટ અને ઝઘડો થાય તેવી શક્યતા હોવાથી ફરિયાદી અને તેની સાથે ગયેલા વ્યક્તિઓ પોતાની બોલેરો ગાડી લઈને ત્યાંથી પાછા જામનગર તરફ આવી રહ્યા હતા ત્યારે માળિયા જામનગર હાઇવે રોડ ઉપર આવેલ કોર્ટની સામેના ભાગમાંથી ફરિયાદીઓ પોતાની બોલેરો ગાડી લઈને પસાર થતા હતા ત્યારે આરોપીએ પોતાની બોલેરો ગાડી નંબર જીજે ૧૩ એડબલ્યુ ૪૪૧૦ ને પાછળથી અથડાવી હતી જેથી કરીને ફરિયાદીની બોલેરો ગાડી પલટી મારી જતા ગાડીમાં બેઠેલા દીપકભાઈ તથા નયનભાઈને ઇજાઓ થઈ હતી અને અર્જુનસિંહ ધરમસિંગ (૧૯) રહે. જસદણ વાળો ગાડીમાં દબાઈ જવાથી તેને છાતીના ભાગે ગંભીર ઇજા થતાં તેનું મોત નીપજ્યું હતું અને અકસ્માત સર્જીને આરોપીઓ પોતાના હવાલા વાળી ગાડી લઈને સ્થળ ઉપરથી નાસી ગયા હતા જેથી ઇજાગ્રસ્તોને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ શેરસિંગ દ્વારા નોંધવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં બે શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને હાલમાં આ ગુનાની આગળની વધુ તપાસ માળિયા તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ એન.એમ. ગઢવી ચલાવી રહ્યા છે