મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો
Breaking news
Morbi Today

ટંકારાના લતીપર રોડે ટ્રાવેલ્સના ચાલકે તોતિંગ વ્હીલ ફેરવી દેતા રાહદારી વૃદ્ધાનું મોત


SHARE







ટંકારાના લતીપર રોડે ટ્રાવેલ્સના ચાલકે તોતિંગ વ્હીલ ફેરવી દેતા રાહદારી વૃદ્ધાનું મોત

ટંકારાના લતીપર રોડ ઉપર આવેલ દયાનંદ હોસ્પિટલ સામેથી વૃદ્ધા ચાલીને જઈ રહ્યા હતા ત્યારે ટ્રાવેલ્સના ચાલકે તેઓને હડફેટે લીધા હતા અને વૃદ્ધા ટ્રાવેલ્સના પાછળના જોટામાં આવી જતા તેના ઉપરથી તોતિંગ વ્હીલ ફરી જવાના કારણે તેઓનું મોત નીપજયું હતું હાલમાં અકસ્માત મૃત્યુના આ બનાવમાં મૃતક વૃદ્ધાના દીકરાએ ટ્રાવેલ્સના ચાલક સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે 

બનાવી જાણવા મળતી માહિતી મુજબ ટંકારાના જબલપુર ગામે રહેતા શામજીભાઈ ડાયાભાઈ પંચાસરા જાતે કોળી (૫૮)એ હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રાવેલ્સ નંબર જીજે ૫ બીપી ૯૫૫૪ ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, ટંકારાના લતીપર રોડ ઉપર આવેલ દયાનંદ હોસ્પિટલ પાસેથી ફરિયાદીના બા બેબીબેન ડાયાભાઈ પંચાસરા પગપાળા ચાલીને જઈ રહ્યા હતા ત્યારે તેઓને ટ્રાવેલ્સ બસના ચાલકે હડફેટે લીધા હતા અને પછાડી દીધા બાદ ત્યાર બાદ તેઓના ઉપરથી ટ્રાવેલ્સના પાછળનો જોટો ફરી વળતા તેઓને ગંભીર ઇજા થઈ હતી જેથી તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને હોસ્પિટલે લઇ ગયા હતા અને આ બનાવ સંદર્ભે હાલમાં મૃતકના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રાવેલ્સના ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News