વાંકાનેરના ખાનપર ગામે પ્રેમપ્રકરણમાં યુવાનના પિતાએ કરી યુવતીના દાદાની હત્યા, 8 આરોપીની ધરપકડ હળવદમાં સ્પાની આડમાં કૂટણખાનું: 35 હજારના મુદામાલ સાથે 1 ઝડપાયો મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરનારા આરોપીને 20 વર્ષની સખ્ત કેદ સજા ફટકારતી કોર્ટ મોરબીના ઘુંટુ પાસેનો બનાવ : ટ્રેલર ચાલકે અચાનક બ્રેક મારતા એકટીવા અથડાયું, યુવાનનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ લડત કરી ચોરાયેલ બાઇકનો વિમો અપાવ્યો મોરબી જિલ્લામાંથી પસાર થઈને માતાના મઢે દર્શન કરવા જતાં યાત્રીઓ માટે ઠેરઠેર સેવા કેમ્પ કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા દીર્ઘાયુષ્ય સેવા સંકલ્પ પદયાત્રાનું શરૂ મોરબી જિલ્લામાં કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ સેવાના ૯ વર્ષ પૂર્ણ થવાની ખુશીમાં ઉજવણી, ત્રીસ હજાર કરતા પણ વધુ અબોલ પશુની સારવાર કરવામાં આવી
Breaking news
Morbi Today

મોરબીમાં દારૂ સહિત એક લાખના મુદામાલ સાથે એક પકડાયો, નાસી ગયેલ શખ્સ સહિત બેની શોધખોળ


SHARE











મોરબીમાં દારૂ સહિત એક લાખના મુદામાલ સાથે એક પકડાયો, નાસી ગયેલ શખ્સ સહિત બેની શોધખોળ

મોરબીના આલાપ રોડથી પસાર થઈ રહેલા ડબલ સવારી બુલેટને રોકીને પોલીસે તે બાઇક ઉપર જય રહેલા બંને શખ્સોને ચેક કર્યા હતા ત્યારે તેની પાસેથી એક બોટલ દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે ૧,૦૦,૫૦૦ નો મુદામાલ કબજે કરેલ છે અને એક આરોપીને પકડેલ છે જો કે, પોલીસને ચકમો આપીને નાસી ગયેલ શખ્સ તેમજ દારૂ આપનાર આમ કુલ મળીને બે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના આલાપ રોડ ઉપર વાડી પાસેથી બુલેટ ઉપર બે શખ્સો પસાર થઈ રહ્યા હતા ત્યારે તે બુલેટને રોકીને તેના ઉપરથી જઈ રહેલા બંને શખ્સોને પોલીસે ચેક કર્યા હતા ત્યારે તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવતા પોલીસે ૫૦૦ રૂપિયાની કિંમતની દારૂની બોટલ તથા એક લાખ રૂપિયાની કિંમતનું બુલેટ નંબર જીજે ૧૨ સિકયુ ૯૬૩૮ આમ કુલ મળીને ૧,૦૦,૫૦૦ નો મુદ્દામાલ કબજે કરી અમિતભાઈ મોહનભાઈ ગજરા જાતે ભાનુશાળી (૨૪) રહે. વજેપર શેરી નં-૩ મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને સમીરભાઈ ગુલામહુસેનભાઇ સુમરા જાતે સંધિ (૨૨) રહે. વજેપર શેરી નં-૮ મોરબી વાળો પોલીસને ચકમો આપીને નાસી ગયેલ હોય તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે અને આ બંને શખ્સો અસ્લમભાઈ સલીમભાઈ ચાનિયા રહે. કાલીકા પ્લોટ મોરબી વાળા પાસેથી દારૂની બોટલ લાવ્યા હોવાની માહિતી સામે આવેલ હોય તેને પકડવા માટે પણ એ ડિવિઝન પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News