મોરબીના સાહિલ માજોઠીને મુક્ત કરવા માટે યુક્રેન સરકાર તૈયાર, ભારત સરકારના ઈમેલની જોવાતી રાહ: દીપા જોસેફ કાળનો ભેટો: વાંકનેરના જોધાપર પાસે કાર ચાલકે હડફેટે લેતા મોરબીથી માનતા પૂરી કરવા જતી મહિલાનું મોત મોરબીના લક્ષ્મીનગર ગામ નજીક હાઇવે ઉપર ખુટીયા સાથે બાઈક અથડાતા ઈજા પામેલ યુવાનનું મોત મોરબીના સિપાઈવાસમાં જાહેરમાં જુગાર રમતા છ શખ્સો 17,900 ની રોકડ સાથે પકડાયા મોરબીમાં પ્રથમ વાર્ષિક ઉમા પ્રતિભા એવોર્ડ સમારોહ યોજાશે મોરબીમાં  નમોવન ખાતે મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં વૃક્ષ, પ્રકૃતિ અને પર્યાવરણ પૂજનનો કાર્યક્રમ યોજાયો સેવા એજ સત્કર્મ: મોરબીના  રામ ચરિત મેડિકલ સેવા કેન્દ્ર દ્વારા પાટીદાર સમાજની દીકરોને મદદરૂપ થવા અનોખો મોરબીમાં રોશનીના પર્વ ઉપર સ્વચ્છતાના અજવાળા કરતા સફાઈ કર્મયોગીઓનું ડૉ. દેવેનભાઈ રબારીએ કર્યું વિશેષ સન્માન
Breaking news
Morbi Today

ટંકારાના સજનપર ગામની સરકારી શાળામાં સૂર્યનમસ્કાર સ્પર્ધા યોજાઈ


SHARE































ટંકારાના સજનપર ગામની સરકારી શાળામાં સૂર્યનમસ્કાર સ્પર્ધા યોજાઈ

ટંકારા તાલુકાના સજનપર ગામે રાજ્ય યોગ બોર્ડ દ્વારા ગ્રામ્ય કક્ષાએ સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં શ્રી સજનપર પ્રાથમિક શાળાના બાળકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો તેમજ મંત્રોચ્ચાર સાથે સૂર્યનમસ્કાર કર્યા હતા અને ગ્રામ્ય કક્ષાએ ૧૯ થી ૪૦ વર્ષના વયજુથમાં સજનપર ગામના જ યુવાન સાગર દલસુખભાઈ ફેફર ને શાળાના નોડલ શિક્ષિકા બહેન વિરમગામા મીનાબેન ડી. એ યોગ્ય મૂલ્યાંકન કરી પ્રથમ ક્રમે વિજેતા કરેલ છે. અત્રે ઉલેખનીય છે કે, સાગર ફેફર જ્યારે ધો.૭ માં હતો ત્યારથી જ તેમણે સંકલ્પ  કરેલ હતો કે હું દરરોજ સૂર્ય નમસ્કાર કરીશ અને આ સંકલ્પને સિદ્ધ કરી બતાવેલ છે અને આજે તે દરરોજના ૧૦૮ સૂર્યનમસ્કાર કરે છે. સાગરભાઈએ શાળાના બાળકોને સૂર્યનાસ્કાર વિશે ખૂબ જ શ્રેષ્ઠ માહિતી આપી હતી. આ આયોજન બદલ શાળાના નોડલ શિક્ષક વિરામગામા મીનાબેન તેમજ સમગ્ર સ્ટાફ અને સાગરભાઈ ફેફરને શાળાના આચાર્ય અલ્પેશભાઇ પૂજારા દ્વારા અભિનંદન આપવામાં આવ્યા હતા












Latest News