મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો મોરબીના ખાખરાળા ગામે આશાસ્પદ યુવાનને અંતિમ પગલું ભરી લેતા મોત ટંકારામાં હિટ એન્ડ રન : કાર ચાલકે મહિલાને હડફેટે લેતા સારવારમાં મોરબીમાં જૂની અદાવતમાં યુવાન ઉપર બેટ-લોખંડના સળિયા વડે હુમલો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાએ સામાન્ય નાગરિકની જેમ કતારમાં ઉભા રહીને  પારિવાર સાથે મતદાન કર્યું
Breaking news
Morbi Today

વાંકાનેરના તીથવા ગામે વાડીએ પ્રસાદી લેવા આવવાનું ન કહેતા યુવાનને બે શખ્સોએ માર માર્યો


SHARE













વાંકાનેરના તીથવા ગામે વાડીએ પ્રસાદી લેવા આવવાનું ન કહેતા યુવાનને બે શખ્સોએ માર માર્યો

વાંકાનેર તાલુકાના તીથવા ગામે વાડીએ આવેલા મંદિરે પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાડોશમાં વાડી ધરાવતા વ્યક્તિને જમવા માટે થઈને ન કહ્યું હતું જે બાબતનું તેને સારું ન લાગતા પિતા પુત્ર દ્વારા યુવાન ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને તેને પાઇપ વડે માર મારવામાં આવ્યો હતો જેથી કરીને ઈજા પામેલા યુવાનને સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ છે અને આ બનાવાની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના તીથવા ગામે રહેતા રોનકભાઈ રમેશભાઈ મેસરિયા (૨૧) નામના યુવાનને ગોવિંદભાઈ કાનાભાઈ અઘારા અને તેના દીકરા ભરતભાઈ ગોવિંદભાઈ અઘારા દ્વારા હુમલો કરીને પાઇપ વડે માર મારવામાં આવ્યો હતો જેથી કરીને ઈજા પામેલ રોનકભાઈ મેસરિયાને સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ છે અને આ બનાવાની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે વધુમાં ભોગ બનેલા યુવાનના પિતા પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે તેઓની વાડીએ માતાજીના મંદિરે પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યાં પ્રસાદ લેવા માટે થઈને ગોવિંદભાઈ અઘરા તથા તેના દીકરા ભરતને કહ્યું ન હતું જે બાબતનો ખાર રાખીને તેણે રોનકને ફોન કર્યો હતો અને ત્યારબાદ તેને ફોન ઉપર અપશબ્દો કહ્યા હતા અને વાડીએ આવીને તેની સાથે બોલાચાલી કરીને પાઇપ વડે માર માર્યો હતો જેથી કરીને ઈજા પામેલ રોનકને સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવેલ છે






Latest News