મોરબી શહેરમાં અર્બન એટલાસ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રોન સર્વે અને GIS આધારિત સર્વે કામગીરી શરૂ મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા સરકારી શાળા અને વંચિત વિસ્તારના બાળકોને હનુમાન અંશ ધાર્મિક બતાવવામાં આવી મોરબીના મહેન્દ્રનગર પાસે ટ્રક ચાલકે બોલેરોને ટકકર મારતા વૃધ્ધા સારવારમાં મોરબીમાં રિક્ષા ચાલકે બાઈકને હડફેટે સરકારી કર્મચારીનું મૃત્યુ થવાના કેસમાં ૪૨ લાખનુ વળતર ચૂકવવા આદેશ મોરબી જિલ્લામાં JOSH ટીમના માધ્યમથી ટીબી મુક્ત ભારત અભિયાનને વેગ અપાયો ખેલ મહાકુંભ: મોરબી મહાપાલિકાકક્ષા તથા ગ્રામ્ય અને જિલ્લાકક્ષાની સ્પર્ધાઓનો કાર્યક્રમ જાહેર કરાયો મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેની હાજરીમાં ભેરડા ખાતે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરાઈ મોરબીના શ્રી આશાપુરા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ૧૮ વર્ષથી હરતો ફરતો સેવા કેમ્પ
Breaking news
Morbi Today

મોરબી ઓમવીવીઆઈએમ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા ૩૧ ડીસેમ્બરની અનોખી ઉજવણી કરાઇ


SHARE









મોરબી ઓમવીવીઆઈએમ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા ૩૧ ડીસેમ્બરની અનોખી ઉજવણી કરાઇ

મોરબીમાં વિવિધ વિદ્યાશાખા જેવી કે, B.com.,B.B.A., B.A., B.C.A., B.Sc., M.com., L.LB., B.Ed., P.G.D.C.A. નુ શિક્ષણ આપતી મોરબી શહેરની એકમાત્ર નામાંકીત ઓમવીવીઆઈએમ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા પ્રતિ વર્ષ ૩૧ ડીસેમ્બરની અનોખી ઉજવણી કરવામા આવે છે. જે અંતર્ગત પ્રવર્તમાન વર્ષે કોલેજના વિદ્યાર્થીઓએ પોતાની પોકેટમનીમાંથી બચત કરી શૈક્ષણિક કીટ બનાવી ઉંચી માંડલ પ્રાથમિક શાળા, વિવેકાનંદ પ્રાથમિક શાળા-અમરેલી સહીતની વિવિધ સરકારી પ્રાથમિક શાળાના બાળકોને અર્પણ કરી હતી. આ તકે ઉંચી માંડલ પ્રાથમિક શાળાના આચાર્ય હરીશચંદ્રસિંહ ઝાલા, અમરેલી પ્રાથમિક શાળાના આચાર્યા પ્રવિણાબેન મોરસાણીયા, ઓમવીવીઆઈએમ કોલેજના આચાર્ય ધર્મેન્દ્રભાઈ ગડેશિયા સહીતનાં મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે આજ નુ યુવા ધન નવા વર્ષ ની ઉજવણી વૈભવી પાર્ટી કરી ને ઉજવે છે ત્યારે ઓમવીવીઆઈએમ કોલેજ ના વિદ્યાર્થીઓ એ સમાજ ના પછાત વિસ્તાર ના બાળકો ને મદદરૂપ થઈ ઉજવણી કરી હતી. તેમના આ ભગીરથ કાર્ય બદલ સંસ્થાના ટ્રસ્ટી સુમંતભાઈ પટેલ, ભવ્યદીપસિંહ જેઠવા, પ્રિન્સિપાલ ધર્મેન્દ્રભાઈ ગડેશિયા તથા સર્વે સ્ટાફગણે અભિનંદન પાઠવ્યા હતા.




Latest News