મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો
Breaking news
Morbi Today

ટંકારામાં સ્થાનકવાસી અપાસરા ખાતે પુણ્યાત્માની પુણ્યસ્મૃતીમાં આરાધના મહોત્સવનું આયોજન


SHARE







ટંકારામાં સ્થાનકવાસી અપાસરા ખાતે પુણ્યાત્માની પુણ્યસ્મૃતીમાં આરાધના મહોત્સવનું આયોજન

ટંકારા સ્થા.અપાસરા ખાતે પુણ્યાત્માની પુણ્યસ્મૃતી આરાધના મહોત્સવની પાંચ દિવસ ઉજવણી થશે. ગોંડલ સંઘાણી સંપ્રદાયના શાસન દિપક પ.પુ. બા.બ્ર. પ્રવચન પ્રભાવક જયાબાઇ મહાસતિજી ની ૨૪મી પુણ્ય તિથિ તથા પ.પુ.બા.બ્ર. સૌમ્યસ્વભાવી માં સ્વામી વિજ્યા બાઇ મહાસતિજીની છઠ્ઠી પુણ્યતિથી નિમિત્તે શ્રી સ્થાનકવાસી જૈન સંઘ ટંકારા તથા મોહનલાલ ચત્રભુજ ગાંધી પરિવાર દ્વારા અનોખું આયોજન. આવતી કાલથી પ્રવચન શરૂ. 

શ્રી ટંકારા સ્થાનક વાસી જૈન સંધ તથા મહોત્ત્વના લાભાર્થી પરિવાર પ.પુ. માતૃશ્રી જડાવબેન મોહનલાલ ચત્રભુજ ગાંધી પરિવાર દ્વારા જૈન શાસનમાં ટંકારા જેનાથી ગૌરવવંતુ છે તેવા સાત - સાત સતિ રત્નો અને બે - બે સંતોના સંસ્કાર થી ધર્મ પ્રભાવની પુણ્યભુમીએ. ગોંડલ સંઘાણી સંપ્રદાયના શાસન દિપક પ.પુ. બા.બ્ર. પ્રવચન પ્રભાવક જયાબાઇ મહાસતિજી ની ૨૪મી પુણ્ય તિથિ તથા પ.પુ.બા.બ્ર. સૌમ્યસ્વભાવી માં સ્વામી વિજ્યા બાઇ મહાસતિજીની છઠ્ઠી પુણ્યતિથી નિમિત્તે ગોંડલ સંઘાણી સંપ્રદાયના શ્રુતનિધિ પહાડી પ્રવચનકારક ૫.પુ.બા.બ્ર. સાધનાબાઇ મહાસતિજી વ્યાખ્યાન વાચસ્પતી બા.બ. રાજેશ્વરીબાઇ મહા. તથા હંસાબાઇ મહાસતિજી બા.બ્ર. નંદાબાઇ મહા, આદિઠાણા -૧૨  શ્રીસ્મૃતી પ્રસંગે પુણ્યોદય પ્રાપ્ત થતા પાવન પવિત્ર પુણ્યતિથિ નિમીતે પંચ દિવસિય તપ આરાધના ને પ્રાણવાન સુસંસ્કારી આરાધના માટે ટંકારા પધારી ચુક્યા છે અને ટંકારા અપાસરા ખાતે લગાતાર પાચ દિવસ અનોખી ઉજવણી કરવામાં આવશે. જેનો લાભ લેવા જૈન જૈનેતરને ટંકારા સંધ અને પ.પુ. માતૃશ્રી જડાવબેન મોહનલાલ ચત્રભુજ ગાંધી પરિવાર ટંકારા દ્વારા ભાવભર્યું નિમંત્રણ પાઠવ્યું છે. 

પાંચ દિવસના તપ આરાધના કાર્યક્રમ આ મુજબ રહશે. 

આયંબીલ (શ્રી સ્થાનકવાસી જૈન ઉપાશ્રય આયંબીલશાળામાં)4-1-24 ગુરૂવારે બિજા દિવસે શુક્રવારે બેસણું શનિવારે એકાસણું, રવિવારે એ પુણ્ય પાપ્ત દિવસે સવારે નવ વાગ્યે વ્યાખ્યાન, પછી સ્મુતી વંદના બાદમાં મહાનુભાવો નુ સ્વાગત શબ્દાજંલી જે. જે. એયુએસ દ્વારા જરૂરીયાતમંદ ને રાશનકીટ અને ગરમ કપડાં નું વિતરણ ટંકારા પાંજરાપોળ ને ખાણ ત્યારબાદ જીવદયા ટિપ જીર્ણોદ્ધાર ટિપ પછી મહા માંગલિક અને નવકારશી સંધ જમણ યોજાશે. અને કાર્યકમ ના છેલ્લા દિવસે સોમવારે ઉપવાસ થકી આરાધના કરવામાં આવશે. તદ્ઉપરાંત તા.૦૧/૦૧/૨૦૨૪ થી તા. ૧૫/૦૧/૨૦૨૪ દરરોજ સવારે ૯:૩૦ થી ૧૦:૩૦ પ્રવચન સામાયીક - ત્રણ સાંજે પ્રતિક્રમણ - રાત્રી જ્ઞાન ધર્મ ચર્ચા






Latest News