ટંકારા તાલુકામાં પાંચ વર્ષ પહેલા થયેલ લૂંટ-ધાડના બે ગુનામાં આરોપીની ધરપકડ
મોરબીના લીલાપર ગામે સામસામી મારામારીમાં ચારને ઈજા, સારવારમાં ખસેડાયા
SHARE
મોરબીના લીલાપર ગામે સામસામી મારામારીમાં ચારને ઈજા, સારવારમાં ખસેડાયા
મોરબીના લીલાપર ગામે સામસામે મારામારીનો બનાવ બન્યો હતો જે મારામારીના બનાવમાં ઇજાગ્રસ્ત થયેલા ચાર યુવાનોને સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયા હતા.મોરબી સીટી એ ડિવિઝન પોલીસમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના લીલાપર ગામે થયેલ આ મારામારીના બનાવમાં એક તરફના મનોજભાઈ કરશનભાઈ (ઉંમર ૨૦) અને વસંતભાઈ કરશનભાઈ (ઉંમર ૧૯) ને ઇજાઓ પહોંચી હતી.જ્યારે સામેના પક્ષના અશ્વિન વિનોદભાઈ (ઉંમર ૨૦) તેમજ અરવિંદ રઘુભાઈ વાઘાણી (ઉમર ૨૪) રહે.બધા લીલાપર ગામ વાળાઓને સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.ત્યાં સારવાર કરવામાં આવ્યા બાદ તાલુકા પોલીસમાં જાણ કરાતા તાલુકા પોલીસ મથકના સબળસિંહ સોલંકી દ્વારા મારામારીના બનાવ બાબતે આગળની વધુ તપાસ હાથ ધરાઇ છે.
વાહન અકસ્માતમાં ઇજા
મોરબીના નવયુગ ગારમેન્ટના શોરૂમની પાસે આવેલ ચોકડી નજીક વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જે અકસ્માત બનાવમાં મોરબીના રવાપર રોડ ઉપર રહેતા પ્રિન્સરાજસિંહ દિલીપસિંહ વાઘેલા (ઉમર ૨૨) ને ઇજાઓ પહોંચતા તેને સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવાયો હતો અને આ બાબતે ત્યાં તેની સારવાર કરવામાં આવ્યા બાદ મોરબી એ ડિવિઝન પોલીસમાં જાણ કરાતા એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયા દ્વારા બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરાઈ હતી.
સગીર સારવારમાં
મોરબીના વાંકાનેર હાઇવે ઉપર મકાનસર ગામે આવેલ સીતારામનગરમાં રહેતા શુભમ ચેતનભાઈ લાંઘણોજા (ઉમર ૧૬) નામના સગીરને વાહન અકસ્માતના બનાવમાં ઈજા થતાં ખાનગી હોસ્પિટલએ સારવાર માટે લઈ જવાયો હતો. શુભમ લાંઘણોજા બાઈક લઈને જતો હતો.ત્યારે મોરબીના વાંકાનેર હાઇવે ઉપર મકનસર ગામ પાસે આવેલ ગોકુલનગર વિસ્તારમાં તેનું બાઈક સ્લીપ થઈ ગયું હતું જે બનાવમાં તેને ઇજા થતાં સારવાર માટે ખાનગી હોસ્પિટલએ લાવવામાં આવ્યો હતો.
બાળક સારવારમાં
મોરબીના માળિયા હાઇવે ઉપર આવેલા રવાપર (નદી) ગામે ખેતર વિસ્તારમાં રહીને મજૂરી કામ કરતાં મજૂર પરિવારનો રોનક પંકજભાઈ બારીયા નામનો એક વર્ષનો બાળકને ખેતરમાં છાંટવાની દવા રમતા રમતા હાથે લાગી જતા અને તે દવાવાળો હાથ મોં માં અડી જવાથી ઝેરી અસર થઈ હતી.જેના લીધે રોનક નામના બાળકને મોરબીના સામાકાંઠેની શિવમ હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.આ બાબતે સારવાર કરવામાં આવ્યા બાદ જાણ કરાતા તાલુકા પોલીસ મથકના જે.બી.પરમાર દ્વારા નોંધ કરીને આગળની તપાસ હાથ ધરાઈ હતી.