મોરબીમાં નજરબાગ રેલવે સ્ટેશન પાસે બાઈક અને રીક્ષા અથડાતાં ઇજા પામેલ યુવાન સારવારમાં
ટંકારા તાલુકામાં પાંચ વર્ષ પહેલા થયેલ લૂંટ-ધાડના બે ગુનામાં આરોપીની ધરપકડ
SHARE
ટંકારા તાલુકામાં પાંચ વર્ષ પહેલા થયેલ લૂંટ-ધાડના બે ગુનામાં આરોપીની ધરપકડ
ટંકારા તાલુકામાં વર્ષ ૨૦૧૮ અને ૨૦૧૯ માં જુદા જુદા બે વિસ્તારની અંદર લૂંટ અને ધાડની ઘટના બની હતી જેના ગુના પણ નોંધાયેલ હતી આ ગુનામાં સંડોવાયેલ આરોપીની ટંકારા પોલીસે ધરપકડ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી
મોરબી જિલ્લાના વિસ્તારોની અંદર રોજગાર મેળવવા માટે થઈને પરપ્રાંતમાંથી શ્રમિકો આવતા હોય છે અને તેમા કેટલાક ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સો પણ સામેલ હોય છે અને તે અહીંયા પણ ગુના આચારીને પોતાના વતનમાં પાછા ભાગી જતા હોય છે આવી જ રીતે ટંકારા તાલુકાના સાવડી અને મીતાણા ગામ પાસે વર્ષ ૨૦૧૮ અને ૨૦૧૯ દરમિયાન જુદા જુદા સમયે બે લૂંટ અને ધાડના બે ગુના બન્યા હતા અને તે ગુનામાં સંડોવાયેલ આરોપીની એમપીમાં અલીરાજપુર ખાતે પોલીસ દ્વારા આઇપીસી કલમ ૩૦૭ અને પોકસોના ગુનામાં ધરપકડ કરવામાં આવી હતી જેની જાણ ટંકારા તાલુકા પોલીસને કરવામાં આવી હતી જેથી કરીને પોલીસે ટ્રાન્સફર વોરંટના આધારે આરોપી મહેન્દ્રસિંગ નવલસિંગ બામણીયા જાતે આદિવાસી (૩૨) રહે. એમપી વાળાની ધરપકડ કરી હતી અને આ રિમાન્ડની માંગણી સાથે ટંકારાની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો જો કે, તેના રિમાન્ડ મંજૂર ન થતાં હાલમાં આરોપી મહેન્દ્રસિંગ બામણીયાને અલીરાજપુરની જેલ હવાલે કરવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે
અકસ્માતમાં ઇજા
ટંકારા તાલુકાની લજાઈ ચોકડી નજીક વાહન અકસ્માતો બનાવ બન્યો હતો જેમાં જસદણ તાલુકામાં રહેતા કિશન રમેશભાઈ ભેસદડિયા (૨૨) અને મજીદ ગફારભાઈ (૫૨) નામના બે વ્યક્તિઓને ઇજા થવાથી તેને સારવાર માટે મોરબીની હોસ્પિટલ ખાતે લઇ આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી
અકસ્માતમાં ઇજા
હળવદની મોરબી ચોકડી પાસે વાહન અકસ્માતો બનાવ બન્યો હતો જેમાં મૂળ એમપીના રહેવાસી નિલેશ તેરસિંગ રાઠવા (૩૨) અને રોહિત ગીલીયા રાઠવા (૨૦) નામના બે યુવાનોને ઇજાઓ થઈ હતી જેથી તેને હળવદમાં પ્રાથમિક સારવાર સરકારી હોસ્પિટલ ખાતે આપીને વધુ સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી જેથી પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી કરીને આ બનાવની હળવદ પોલીસને જાણ કરેલ છે