મોરબીના નવયુગ શૈક્ષણિક સંકૂલ ખાતે મોટીવેશનલ નેહલબેન ગઢવીનો કાર્યક્રમ યોજાયો
મોરબીના શનાળા ગામે પટેલ સમાજની વાડીમાં હિમોગ્લોબિન-કેન્સર જાગૃતિનો સેમિનાર યોજાશે
SHARE
મોરબીના શનાળા ગામે પટેલ સમાજની વાડીમાં હિમોગ્લોબિન-કેન્સર જાગૃતિનો સેમિનાર યોજાશે
મોરબી નજીકના શક્ત શનાળા ગામે આવેલ પટેલ સમાજની વાડી ખાતે હિમોગ્લોબિન-કેન્સર જાગૃતિ માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા. ૧૨ જાન્યુઆરીના રોજ રાતે ૮:૩૦ કલાકે આ કાર્યક્રમ યોજાવાનો છે
શનાળા ગામે આવેલ પટેલ સમાજમાં યોજાનરા કાર્યક્રમમાં ઓન્કોલોજીસ્ટ/ હેમેટોલોજીસ્ટ ડો. ભાણજીભાઈ કુંડારિયા દ્વારા આપણા રોજિંદા જીવનમાં હિમોગ્લોબિનના મહત્વ વિશે અને કોઈપણ પ્રકારના કેન્સર કેવી રીતે અટકાવવા તે વિશે સલાહ આપવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે ડો. કુંડારિયા કેલિફોર્નિયાના સાન્ટા મારિયામાં ઓન્કોલોજીસ્ટ છે અને એટ્રિયમ હેલ્થ કેરોલિનાસ મેડિકલ સેન્ટર અને મેકલિઓડ રિજનલ મેડિકલ સેન્ટર સહીત વિસ્તારની બહુવિધ હોસ્પિટલો સાથે જોડાયેલા છે. તેમણે બી.જે.મેડીકલ કોલેજ, અમદાવાદમાંથી તેમની મેડીકલ ડિગ્રી પ્રાપ્ત કરી અને ૪૫ વર્ષથી વધુ સમયથી પ્રેક્ટિસમાં છે. તેમજ પોતાની માતૃભૂમિને મદદ કરવા તેમણે રાજકોટમાં કુંડારિયા કેન્સર પ્રિવેન્શન ફાઉન્ડેશનની પણ સ્થાપના કરી છે. આ આરોગ્યની જાગૃતિને લગતા કાર્યક્રમમાં વધુને વધુ લોકોને જોડાવવા જણાવવામાં આવ્યું છે.









