મોરબી જીલ્લામાં કમર તોડી નાખે તેવા ભાંગેલા તૂટેલા રોડ રસ્તાને રીપેર કરવાનું શરૂ
મોરબીના લીલાપર રોડે બહુમાળીમાંથી નીચે પટકાયેલા યુવાનનું મોત
SHARE
મોરબીના લીલાપર રોડે બહુમાળીમાંથી નીચે પટકાયેલા યુવાનનું મોત
મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ વિદ્યુત સ્મશાનની સામેના ભાગમાં આવેલ બહુમાળીમાં ઉપલા માળેથી નીચે પટકાયેલા યુવાનનું મોત નીપજયું હતું જેથી કરીને મૃતક યુવાનના પિતાએ આ અંગે જાણ મોરબી સિટી એ ડિવિઝનને કરી હતી અને મૃતક યુવાનના મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ વિદ્યુત સ્મશાનની સામેના ભાગમાં ઓમકાર રેસીડેન્સીમાં બી બ્લોકમાં જાવેદ અખ્તરભાઈ બ્લોચ (ઉંમર ૨૬) નામનો યુવાન બહુમાળીમા ઉપરથી નીચે પટકાયો હતો જેથી કરીને તેને શરીરે ગંભીર ઇજાઓ થવાના કારણે તેનુ ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું અને આ ઘટના અંગે મૃતક જાવેદના પિતા અખ્તરભાઈ ઈબ્રાહીમ બ્લોચે મોરબી એ ડિવિઝન પોલીસને બનાવની જાણ કરી હતી અને ત્યારબાદ યુવાનના મૃતદેહને સિવિલ હોસ્પિટલ મોરબી ખાતે ખસેડવામાં આવ્યો હતો અને હાલમાં પોલીસે બનાવની નોંધા કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે