મોરબીમાં મંત્રી બ્રિેજેશભાઇ મેરજાના અધ્યક્ષસ્થાને પાલિકાના અધિકારી-પદાધિકારીઓની બેઠક
મોરબી જીલ્લામાં કમર તોડી નાખે તેવા ભાંગેલા તૂટેલા રોડ રસ્તાને રીપેર કરવાનું શરૂ
SHARE
મોરબી જીલ્લામાં કમર તોડી નાખે તેવા ભાંગેલા તૂટેલા રોડ રસ્તાને રીપેર કરવાનું શરૂ
મોરબી જિલ્લામાં અનેક રોડ રસ્તા તૂટી ગયા છે ત્યારે માર્ગ-મકાન વિભાગના મંત્રીની સુચના અનુસાર માર્ગ મકાન વિભાગ મોરબી દ્વારા રસ્તા રીપેરીંગ અંગેની કાર્યવાહી હાથ ધરેલ છે અને મોટાભાગના કામો પ્રગતિ હેઠળ છે અને ડામર પેચ વર્ક અને પેવરપટ્ટાની કામગીરી કરવામાં આવી રહી છે
મોરબી જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) હસ્તક કુલ ૪૮૪.૪૭ કિ.મી. રસ્તાઓ આવેલ છે. જે પૈકી ૧૪૭.૬૦ કિ.મી. રસ્તાઓ હાલ ગેરંટી પીરીયડમાં છે તેના પેચવર્કની કામગીરી કરવા જે તે કોન્ટ્રાકટરોને જણાવેલ છે તથા ૩૧૫.૩૭ કિ.મી. રસ્તા ગેરંટી પીરીયડ સિવાયના હાલ ખાતા હસ્તક છે, જે રસ્તાઓ પૈકી ૧૨૭.૧૫ કિ.મી. નવા રીસરફેસ કરવાના મંજૂર થયેલ છે. જે ચોમાસાની સિઝન બાદ ટૂંક સમયમાં ચાલુ થશે. તેમજ બાકીની લંબાઈ ૧૮૮.૨૨ કિ.મી. પૈકીના રસ્તા પર ૨૧.૫૦ કિ.મી. ખરાબ સપાટી માંથી ૧૩.૩૫ કિ.મી. લંબાઈ પર ડામર પેચની કામગીરી થઈ ગયેલ છે અને ૮.૧૫ કિ.મી. પર ડામર પેચની કામગીરી પ્રગતિમાં છે જે એકાદ અઠવાડીયામાં પૂર્ણ થશે. પેચવર્ક પૂર્ણ થયે જેતે રસ્તાની ખરાબ લંબાઈમાં પેવરપટ્ટાની કામગીરી હાથ ધરવામાં આવશે.
મોરબી જીલ્લામાં ૭ વર્ષથી વધારે સમયથી ડામરકામ ન થયા હોય તેવા રસ્તાઓ જેવાકે (૧) મીતાણા-નેકનામ-પડધરી રોડ કિ.મી. ૬/૦ થી ૧૨/૮, શનાળા-ખાનપર રોડ કિ.મી. ૯/૦ થી ૧૮/૦, રાજકોટ- મોરબી રોડ એસ.એચ.-૨૪ (સિટી લિમિટ મોરબી શહેર) કિ.મી. ૬૦/૦૦ થી ૬૬/૬૦૦, માળિયા-પીપળીયા-હજનાળી રોડ કિ.મી. ૨૪/૦ થી ૪૫/૦, આમરણ-જીવાપર-માળેકવાડા રોડ કિ.મી. ૦/૦ થી ૯/૧, મોરબી-નાનીવાવડી-બગથળા રોડ કિ.મી. ૨/૦ થી ૨૨/૬૫૦, વાંકાનેર-અમરસર-મિતાણા રોડ કિ.મી. ૪/૦ થી ૨૫/૫, (૮) વાંકાનેર-કુવાડવા રોડ કિ.મી. ૧૪/૦ થી ૨૨/૦૦, વાંકાનેર-દલડી-થાન રોડ કિ.મી. ૧૫/૫ થી ૧૮/૫, (૧૦) પલાસ-લુણસર-મંડણાસર રોડ કિ.મી. ૦/૦ થી ૧૦/૦ અને હળવદ-મયુરનગર-રાયસંગપર-ધનાળા-સુસવાવ રોડ કિ.મી. ૦/૦ થી ૧૧/૦ અને ૧૭/૫૦૦ થી ૧૮/૦ વગેરેના રીકારપેટના કામ મંજુર થયેલ છે અને કોન્ટ્રાકટરોને વર્કઓર્ડર આપી દેવામાં આવેલ છે. આમ રોડ મરામત મહાઅભિયાન અંતર્ગત માર્ગ-મકાન વિભાગના મંત્રીની સુચના અનુસાર માર્ગ મકાન વિભાગ મોરબી દ્વારા રસ્તા રીપેરીંગ અંગેની કાર્યવાહી હાથ ધરેલ છે તેમ કાર્યપાલક ઈજનેરે જણાવાયું છે.