મોરબી નજીક સિરામિક સિટીના એપાર્ટમેન્ટમાં શોર્ટ લગતા યુવાનનું મોત
વાંકાનેરના લાકડધાર પાસે કારખાનામાં ઉલ્ટી બાદ ઝારખંડના યુવાનનું મોત
SHARE









વાંકાનેરના લાકડધાર પાસે કારખાનામાં ઉલ્ટી બાદ ઝારખંડના યુવાનનું મોત
વાંકાનેર તાલુકાના લાકડધાર ગામ પાસે આવેલ શ્રી રામ ના કારખાનાની અંદર કામ કરતા અને ત્યાં જ રહેતા મૂળ ઝારખંડના રહેવાસી યુવાનને ઉલટી થયા બાદ તે ઘટના સ્થળેજ પડી ગયો હતો અને તેનુ મોત નીપજયું હતું જેથી કરીને મૃત્યુ પામેલા યુવાનના બોડીને પી.એમ. માટે વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો હતો અને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે
બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે વાંકાનેર તાલુકાના લાકડધાર ગામે આવેલ શ્રી રામ નામના કારખાનાની અંદર રહેતા અને મજૂરી કામ કરતા મૂળ ઝારખંડના રહેવાસી પ્રહલાદ ગોપ ગુરુચરણ જાતે પીટડી (ઉંમર વર્ષ ૩૨) નામના યુવાનને ગઈકાલે અચાનક કોઇ કારણોસર કારખાનામાં ઊલટી થઈ હતી અને ત્યારબાદ તે ઘટના સ્થળે પડી ગયો હતો જેથી કરીને તેનું મોત નીપજયું હતું ત્યાર બાદ આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી અને યુવાનના મૃતદેહને વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો હાલમાં વાંકાનેર તાલુકા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
