મોરબી નજીક સિરામિક સિટીના એપાર્ટમેન્ટમાં શોર્ટ લગતા યુવાનનું મોત
SHARE









મોરબી નજીક સિરામિક સિટીના એપાર્ટમેન્ટમાં શોર્ટ લગતા યુવાનનું મોત
મોરબી શહેરના સામાકાંઠે વિસ્તારમાં લાલપર ગામ નજીક આવેલ સિરામિક સિટી ખાતે એપાર્ટમેન્ટમાં શોર્ટ લાગવાને કારણે યુવાનનું મોત નિપજ્યું છે.જેથી કરીને યુવાનના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા અને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી શહેરના કાલીકા પ્લોટ વિસ્તારમાં રહેતા વિષ્ણુભાઈ શ્યામભાઈ માલી (ઉંમર ૧૯) ને ગઈકાલે સાંજના ચારેક વાગ્યાના અરસામાં સીરામિક સીટી પાસે આવેલ એપાર્ટમેન્ટમાં શોટ લાગ્યો હતો જેથી કરીને તેનું સ્થળ પર જ મોત નિપજયુ હતુ જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની જાણ મોરબી તાલુકા પોલીસને કરવામાં આવતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે
