ટંકારાના હડમતીયા પાસે કારખાનામાં ૭૦૦ કિલોનો પ્લાસ્ટિક રોલ ફરી જતાં ઇજા પામેલ ૩ વર્ષની બાળકીનું મોત
વાંકાનેરના પંચાસિયા ગામે મકાનમાથી રોકડા ૬૫ હજારની ચોરી
SHARE









વાંકાનેરના પંચાસિયા ગામે મકાનમાથી રોકડા ૬૫ હજારની ચોરી
વાંકાનેર તાલુકાના પંચાસિયા ગામે રહેતા યુવાને પોતાના ઘરની અંદર રાખેલ રોકડા રૂપિયા ૬૫ હજારની કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી ગયેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાને પોતાની જાતે તપાસ કરી પણ કોઈ ભાળ નહીં મળતાં હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીના બનાવની ભોગ બનેલા યુવાને ફરિયાદ નોંધાવી છે જેથી કરીને પોલીસે ફરિયાદ નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના પંચાસિયા ગામે રહેતા દિલીપભાઈ પ્રેમજીભાઈ ચૌહાણ (ઉમર ૩૧) ના મકાનની અંદર ગત તારીખ ૪/૧૦ ના રોજ રાત્રીના ૧૦ થી લઈને બીજા દિવસે સવારના સાત વાગ્યા સુધીમાં કોઇ અજાણ્યા તસ્કરે પ્રવેશ કર્યો હતો અને તેના ઘરની અંદર રાખવામાં આવેલા રોકડા રૂપિયા ૬૫૦૦૦ ની ચોરી કરેલ છે જેથી કરીને યુવાને આજ દિવસ સુધી પોતાની જાતે તપાસ કરી પણ કોઈ પત્તો નહી લાગતા હાલમાં દિલીપભાઈ ચૌહાણે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેના ઘરમાંથી રોકડા પાંચ હજાર રૂપિયાની ચોરી થઈ હોવા અંગેની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને માટે તજવીજ શરૂ કરી છે
