મોરબી નજીકના લાલપર ગામ પાસેથી ત્રણ બાઈકની ચોરી: ત્રણ શખ્સો સામે નોંધાયો ગુનો
SHARE









મોરબી નજીકના લાલપર ગામ પાસેથી ત્રણ બાઈકની ચોરી: ત્રણ શખ્સો સામે નોંધાયો ગુનો
મોરબી નજીકના લાલપર ગામ તથા આજુ બાજુમાં વિસ્તારમાંથી એકી સાથે ત્રણ બાઈકની ચોરી કરવામાં આવી છે જેથી કરીને હાલમાં ભોગ બનેલા વ્યક્તિ દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહીઓ કરેલ છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ લાલપર ગામ હનુમાનજી વાળા ગેઇટ પાસે રહેતા દેવજીભાઈ મગનભાઈ બારેજીયા જાતે પ્રજાપતી (ઉ.૫૧) એ હાલમાં ગૌતમભાઈ ટપૂભાઈ ડાભી રહે, થાનગઢ રૂપાવટી રોડ દલવાડીનગર જી. સુરેન્દ્રનગર, વિકાશભાઈ ભરતભાઈ પનારા રહે, થાનગઢ રૂપાવટી રોડ રામાધણીના નેસડામાં જી. સુરેન્દ્રનગર અને રાકેશભાઈ દેવજીભાઈ મકવાણા રહે, મોરથળા તા.થાનગઢ જી.સુરેન્દ્રનગર ની સામે ફરિયાદ નોંધવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, ગત તા ૧/૮ થી ૨/૮ ના સવારના ૯ વાગ્યા સુધીમાં કોઈપણ વખતે લાલપર ગામ પાસેથી તેનું બાઇક નંબર જીજે ૩૬ એન ૫૧૯૦ અને અન્ય બે વ્યક્તિના બાઇક જેના નંબર જીજે ૩૬ એમ ૮૭૩૪ અને જીજે ૩૬ એએ ૭૧૩૯ આમ કુલ મળીને ૬૦,૦૦૦ ની કિંમતના બાઈકની ચોરી કરવામાં આવેલ છે જેથી પોલીસે આઇપીસી કલમ ૩૭૯,૧૧૪ મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે અત્રે ઉલેખનીય છે કે, હાલમાં જે શખ્સોની સામે ગુનો નોંધાયો છે તે અગાઉ ચોરાઉ બાઇક સાથે પકડાયેલા છે જેથી હાલમાં ભોગ બનેલા લોકોની ફરિયાદ લઈને પોલીસે આગળની કાર્યવાહી કરી છે
