મોરબી નજીકના લાલપર ગામ પાસેથી ત્રણ બાઈકની ચોરી: ત્રણ શખ્સો સામે નોંધાયો ગુનો
મોરબીના બગથળા ગામે તળાવના કાંઠે એસિડ પી ગયેલા યુવાનનું સારવારમાં મોત
SHARE









મોરબીના બગથળા ગામે તળાવના કાંઠે એસિડ પી ગયેલા યુવાનનું સારવારમાં મોત
મોરબી તાલુકાના બગથળા ગામે રહેતા યુવાને તળાવના કાંઠે કોઈ કારણોસર એસિડ પી લીધું હતું જેથી કરીને તેને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખાતે લઈ જવામાં આવ્યો હતો જોકે સારવાર કારગત ન નિવડતા યુવાનનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.જેથી આ બનાવવાની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે બગથળા ગામે રહેતા છગનભાઈ કાનજીભાઇ ડાભી (ઉંમર ૪૭) એ ગઈકાલે બપોરના એક વાગ્યાના અરસામાં ગામ પાસે આવેલ તળાવના કાંઠે એસીડ પી લીધુ હતુ જેથ કરીને યુવાનને સારવાર માટે મોરબીના આયોધ્યાપુરી મેઇન રોડ ઉપર આવેલ આયુષ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવાયો હતો.જોકે સારવાર કારગત ન નિવડતા યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું જેથી કરીને આ આપઘાતના બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરીને આગળ રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
