મોરબીના ધરમપુર-ટીંબડી બ્રિજના ચાલુ કામે ડાયવર્ઝન પર પાણી ફરી વળતા રસ્તો વાહનવ્યવહાર માટે બંધ મોરબી જિલ્લામાં મેઘમહેર: મોરબી, માળિયા અને વાંકાનેરમાં અઢી ઇંચ, ટંકારા-હળવદમાં બે ઇંચ વરસાદ વાંકાનેરના ગુંદાખડા ગામ પાસે બાઈક સાથે બાઈક અથડાતા યુવાનને માથા અને શરીરે ગંભીર ઇજા વાંકાનેરના ઢુવા ગામે ઘરમાંથી 70,000 ના તાંબા પીતળ વાસણની ચોરી: ભાભીએ નોંધાવી દિયર સામે ફરિયાદ હળવદના ઘનશ્યામપુર ગામ નજીક રિક્ષા અને કાર વચ્ચે અકસ્માત: ઈજા પામેલ પાંચ વ્યક્તિઓ સારવારમાં મોરબીની ઉમા ટાઉનશીપમાં વૈભવ હાઇટ્સમાં જુગારની રેડ, 6 શખ્સો 1.18 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ-સ્કાય મલ્ટિપ્લેક્સ દ્વારા વડીલો-યુવાનો માટે ગુજરાતી ફિલ્મનો શો યોજાયો હળવદ તાલુકાનાં બ્રાહ્મણી-2 ડેમનો 1 દરવાજો 3 ઇંચ ખોલ્યો
Breaking news
Morbi Today

વાંકાનેરના સિંધાવદર ખાતે એલ્ડર હેલ્પ લાઈન દ્વારા જાગૃતિનો કાર્યક્રમ યોજાયો


SHARE







વાંકાનેરના સિંધાવદર ખાતે એલ્ડર હેલ્પ લાઈન દ્વારા જાગૃતિનો કાર્યક્રમ યોજાયો

એલ્ડર હેલ્પ લાઈન ૧૪૫૬૭દ્વારા વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામની એસ.એમ.પી. સ્કૂલ ખાતે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીને સ્વરક્ષણ તાલીમ આપી વરિષ્ઠ નાગરિક હેલ્પ લાઈન ૧૪૫૬૭, વૃદ્ધોના અધિકાર, વૃદ્ધોના કાયદા, ટ્રાફિક અવરનેસ તથા સાઇબર ક્રાઇમ ૧૯૩૦ હેલ્પ લાઇન વિશે જાણકારી આપી વિવિધ સરકારી યોજના અંગેની માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવતી મહિલાલક્ષી ‘SHE ટીમની કામગીરી સહિત મહિલા તથા કિશોરીને ઘરેલુ હિંસા વિશે માહિતી આપી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.  આ કાર્યક્રમમાં વાંકાનેર તાલુકાના પીએસઆઇ એલ.એ. ભરગા, તાલુકા પોલીસ સ્ટેશન ટીમ, એલ્ડર હેલ્પ લાઈન, મોરબી જિલ્લા ફિલ્ડ રિસ્પોન્સ ઓફિસર રાજદીપ પરમાર, શાળાના આચાર્યશ્રી, સ્ટાફ અને વિદ્યાર્થીઓએ ભાગ લઈને માર્ગદર્શન મેળવ્યું હતું. આ કાર્યક્રમના અંતે શાળાના આચાર્ય બાદી દ્વારા પ્રોગ્રામની માહિતી આપી સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.






Latest News