મોરબીમાં આજે વિહિપ અને બજરંગદળ દ્વારા આતંકવાદના પૂતળાનું કરાયું દહન
SHARE









મોરબીમાં આજે વિહિપ અને બજરંગદળ દ્વારા આતંકવાદના પૂતળાનું કરાયું દહન
મોરબી વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ પ્રખંડ દ્વારા નહેરુ ગેઇટ ચોકમાં આતંકવાદના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું થોડા સમય પહેલા કાશ્મીર ઘાટીમાં સળયંત્ર પૂર્વક નિર્દોષ હિંદુઓની નિર્મમ હત્યાઓ આતંકવાદીઓ દ્વારા કરવામાં આવી હતી અને કાશ્મીર ઘાટીમાં આતંક મચવામાં આવ્યો છે તેના વિરોધ આતંકવાદના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું અને આ તકે કમલેશભાઈ બોરિચા સહિતના કાર્યકરોએ "આતંકવાદ હાય હાય", "કશ્મીર કી ગલીયા સુની હૈ પાકિસ્તાન ખૂની હૈ", " જીસ કશ્મીર કો ખૂન સે સિંચા વો કશ્મીર હમારા હૈ", " હર હિન્દૂને ઠાના હૈ આતંકવાદ મિટાના હૈ", 'ભારત માતા કી જય, વંદે માતરમ" ના નારા લગાવી આતંકવાદનો વિરોધ કર્યો હતો અને સમગ્ર દેશના હિંદુઓ કાશ્મીરના લઘુમતી હિન્દૂ અને શીખની સાથે છે તેઓ સંદેશ પણ આપ્યો હતો આ કાર્યક્રમ માં મોરબી વિહિપ અને બજરંગ દળના અગ્રણીઑ અને રાષ્ટ્રભકત યુવાઓ હાજર રહ્યા હતા
