કાલે મોરબીના મચ્છુ જળ હોનારની 47 મી વરસી: અનેક આંખોમાં આંસુનો બાંધ તૂટશે, દિવંગતોની યાદમાં મૌન રેલી યોજાશે મોરબીના ઇન્દિરાનગર પાસે વોંકળા કાંઠેથી ૩૪ બોટલ દારૂ સાથે એક પકડાયો ખેડૂત હાર્યો તો દેશ હાર્યો- મોરબીના જેતપર ગામે ઉપવાસ છાવણીમાં ગામની દીકરીઓએ રજૂ કર્યું નાટક મોરબીમાં ગોડાઉનમાંથી યુરિયા ખાતરની 1272 ગુણી મળી આવતા તપાસ શરૂ મોરબી શહેર-તાલુકા અને હળવદના કડિયાણા ગામે જુગારની 4 રેડમાં 20 શખ્સો પકડાયા હળવદના જુના ઇશનપુર ગામે જમવા બાબતે બોલચાલી કરીને યુવાનને 3 શખ્સોએ માર માર્યો હળવદના ચરાડવા ગામે ગેરેજ પાસેથી કચરો ઉપાડવાનું કહેતા દુકાનદારને પાવડાના હાથા વડે માર માર્યો ટંકારા નજીક કારખાનામાં કામ દરમ્યાન માથામાં ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાની આઈ.ટી.આઈ.માં ખાલી રહેતી બેઠકો ભરવા માટે પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાઇ


SHARE







મોરબી જિલ્લાની આઈ.ટી.આઈ.માં ખાલી રહેતી બેઠકો ભરવા માટે પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાઇ

મોરબી જીલ્લાની સરકારી આઈ.ટી..આઈ મોરબી, માળીયા-મિયાણા, હળવદ, ટંકારા તથા વાંકાનેર ખાતે ચાલતા વિવિધ પ્રકારના NCVT/GCVT પેટર્નના કોર્ષ/વ્યવસાયોમાં પ્રવેસશત્ર ઓગસ્ટ ૨૦૨૧ માં જૂજ બેઠકો ખાલી રહેલ છે જેમાં પ્રવેશ મેળવવા માટે ચોથા રાઉન્ડ માટે ઓનલાઇન પ્રવેશ ફોર્મ ભરવાની પ્રક્રિયા શરુ કરવામાં આવેલ છે. ઓનલાઇન ભરેલા ફોર્મ આઈ.ટી.આઈ. ખાતે રજીસ્ટર કરવાની છેલ્લી તા.૨૬/૧0 છે.

પ્રવેશવાંચ્છું ઉમેદવાર ઈન્ટરનેટના માધ્યમથી https://itiadmission.gujarat.gov.in વેબ સાઈટ પરથી  અથવા ઉક્ત સંસ્થાઓ પૈકી નજીકની કોઇ પણ સરકારી ઔધોગિક તાલીમ સંસ્થા ખાતે રૂl. ૨૦/- ભરીને ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરી શકશે. ઓનલાઈન પ્રવેશફોર્મ ભર્યા બાદ તેની પ્રિન્ટઆઉટ કાઢી તેમાં જે સંસ્થા માટે ફોર્મ ભરવાનું હોય તેની વિગતો ભરી જરુરી લાયકાતના સ્વપ્રમાણીત પ્રમાણપત્રોની નકલો સાથે જે તે નજીકની સરકારી .ટી.આઇઆઇ ખાતે રૂા.૫૦ ફોર્મ આઇ.ટી.આઈ દીઠ રજીસ્ટ્રેશન ફી ભરી તે અંગેની પહોંચ મેળવી લેવાની રહેશે. જે ઉમેદવારોએ અગાઉ આઇટીઆઇમાં પ્રવેશ લેવા માટે ઓનલાઈન પ્રવેશફોર્મ ભરેલ હોય અને કોઈ કારણોસર પ્રવેશ મેળવી શકેલ ન હોય તો તેવા ઉમેદવારોએ અગલથી રૂ! ૫૦/- રજીસ્ટ્રેશન ફી ભરવાની રહેતી નથી તેઓએ ઓનલાઇન પ્રવેશફોર્મ,રજીસ્ટ્રેશનની રસીદની ઝેરોક્ષ નકલ સહિત સંબધીત આઈ.ટી.આઈ ખાતે નવીન અરજી ફોર્મ ઓનલાઇન ભરવાનું રહેશે. આઈ.ટી.આઈ. ખાતે પ્રવેશ અંગેના માર્ગદર્શન માટે સવારે ૧૦:૦૦ થી સાંજે ૦૫:૦૦ કલાક સુધી પ્રવેશ માર્ગદર્શન કાઉન્ટર કાર્યરત રહેશે. તેમજ વધુ માહિતી માટે મોબાઈલ નંબર ૯૬૦૧૧૦૦૬૩૮, ૯૭૧૨૧૫૭૪૧૭, ૮૩૨૦૧૬૯૫૯૯ પર સંપર્ક કરવાનો રહેશે






Latest News