કાલે મોરબીના મચ્છુ જળ હોનારની 47 મી વરસી: અનેક આંખોમાં આંસુનો બાંધ તૂટશે, દિવંગતોની યાદમાં મૌન રેલી યોજાશે મોરબીના ઇન્દિરાનગર પાસે વોંકળા કાંઠેથી ૩૪ બોટલ દારૂ સાથે એક પકડાયો ખેડૂત હાર્યો તો દેશ હાર્યો- મોરબીના જેતપર ગામે ઉપવાસ છાવણીમાં ગામની દીકરીઓએ રજૂ કર્યું નાટક મોરબીમાં ગોડાઉનમાંથી યુરિયા ખાતરની 1272 ગુણી મળી આવતા તપાસ શરૂ મોરબી શહેર-તાલુકા અને હળવદના કડિયાણા ગામે જુગારની 4 રેડમાં 20 શખ્સો પકડાયા હળવદના જુના ઇશનપુર ગામે જમવા બાબતે બોલચાલી કરીને યુવાનને 3 શખ્સોએ માર માર્યો હળવદના ચરાડવા ગામે ગેરેજ પાસેથી કચરો ઉપાડવાનું કહેતા દુકાનદારને પાવડાના હાથા વડે માર માર્યો ટંકારા નજીક કારખાનામાં કામ દરમ્યાન માથામાં ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબીની એમ.એમ.સાયન્સ કોલેજમાં સાહસિક પ્રવૃતિઓની શિબિર યોજાઈ


SHARE







મોરબીની એમ.એમ.સાયન્સ કોલેજમાં સાહસિક પ્રવૃતિઓની શિબિર યોજાઈ

રાજય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળની કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ દ્વારા આયોજીત તથા જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી, મોરબી દ્વારા સંચાલિત આઝાદી કા અમૃત મહોત્સવઅંતર્ગત એમ.એમ. સાયન્સ કોલેજ મોરબી ખાતે સાહસિક પ્રવૃતિઓની પાંચ દિવસીય શિબિર યોજાઈ હતી. આ શિબિરના પૂર્ણાહુતિ પ્રસંગે જિલ્લા કલેક્ટર જે.બી.પટેલ ઉપસ્થિત રહી શિબિરાર્થીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા  આ શિબિરનું ઉદ્ઘાટન જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રીમતી હિરલબેન વ્યાસ દ્વારા કરવામાં આવ્યું હતું અને જિલ્લા પ્રોજેકટ ઓફિસર, ડિઝાસ્ટર શાખાના અમરીનબેન ખાનની દેખરેખ હેઠળ ૧૦૮ એમ્બ્યુલન્સની તબીબી સેવા, અગ્નિશામકની પ્રવૃતિઓ, ધરતીકંપ તથા પૂર સમયના બચાવ અંગેનું પ્રાયોગિક તથા સૈદ્ધાંતિક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારી મોરબીની યાદીમાં જણાવ્યું છે.






Latest News