વાંકાનેરના ગુંદાખડા ગામ પાસે બાઈક સાથે બાઈક અથડાતા યુવાનને માથા અને શરીરે ગંભીર ઇજા વાંકાનેરના ઢુવા ગામે ઘરમાંથી 70,000 ના તાંબા પીતળ વાસણની ચોરી: ભાભીએ નોંધાવી દિયર સામે ફરિયાદ હળવદના ઘનશ્યામપુર ગામ નજીક રિક્ષા અને કાર વચ્ચે અકસ્માત: ઈજા પામેલ પાંચ વ્યક્તિઓ સારવારમાં મોરબીની ઉમટાઉનશીપમાં વૈભવ હાઇટ્સમાં જુગારની રેડ, 6 શખ્સો 1.18 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ-સ્કાય મલ્ટિપ્લેક્સ દ્વારા વડીલો-યુવાનો માટે ગુજરાતી ફિલ્મનો શો યોજાયો હળવદ તાલુકાનાં બ્રાહ્મણી-2 ડેમનો 1 દરવાજો 3 ઇંચ ખોલ્યો મોરબીના વોર્ડ નં 4-6 માં વિઝિબલ કલીનલિનેસ અંતર્ગત સ્થળ નિરીક્ષણ કરતાં ડેપ્યુટી મેયર મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણીમાં સરકાર અને અદાણી વિરુદ્ધ કિન્નરો અને મહિલાઓએ લીધા છાજીયા
Breaking news
Morbi Today

વાંકાનેરના ધમાલપર-૩ ગામે ગામતળની તપાસમાં ગયેલા સરપંચ,સભ્ય અને મંત્રીની મારી નાખવાની ધમકી


SHARE







વાંકાનેરના ધમાલપર-૩ ગામે ગામતળની તપાસમાં ગયેલા સરપંચ,સભ્ય અને મંત્રીની મારી નાખવાની ધમકી

વાંકાનેર તાલુકાના ધમાલપર-૩ ગામે બસ સ્ટેશન પાછળના ભાગમાં ગામ તળ મંજૂર કરવામાં આવ્યું છે અને તે ગામતળની જગ્યા ઉપર દબાણ હોવાથી ગામના સરપંચ, ગ્રામ પંચાયતના સભ્ય અને તલાટી મંત્રી ત્યાં ગયા હતા ત્યારે દબાણ કરનારાઓ દ્વારા તેઓની સાથે બોલાચાલી કરીને ગાળો આપી હતી અને તેઓને મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા સભ્ય દ્વારા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવેલ છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેર તાલુકાના ધમલપર-૨ ખાતે રહેતા અને ગ્રામ પંચાયતના સભ્ય રવિભાઈ મંગાભાઈ જીંજરિયા જાતે કોળી (૩૦) નામના યુવાને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે યાસીનભાઈ મામદભાઈ દેકાવાડીયા અને ઇમરાનભાઈ રસુલભાઈ દેકાવાડિયા રહે. બંને ધમલપર-૩ વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, ફરિયાદી તથા ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટી મંત્રી સહિતનાઓ ગામ તળ મંજૂર થયેલું છે તેની સ્થળ તપાસ કરવા માટે તેને ગયા હતા ત્યારે આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને અમારા વાળા કે અમારા સાબુના કારખાનાને કંઈ પણ થયું કે કોઈ કાયદેસરની કાર્યવાહી કરશો તો તમારા બધાના ભીંગડા ખેરવી નાખીશ અને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપીને ગાળો આપી હતી જેથી કરીને ભોગ બનેલા ગ્રામ પંચાયતના સભ્ય દ્વારા હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News