હળવદમાં સગીરાને અવાવરુ જગ્યાએ લઈ જઈને અજાણ્યા શખ્સે છરી બતાવીને કપડાં કાઢવા માટે ધમકાવી ! મોરબીના ગુંગણ ગામે ટ્રેકટર-રોટાવેટર વચ્ચે દબાઈ જવાથી યુવાનનું મોત મોરબીના રવાપર ગામે ઘરે ચક્કર આવતા પડી ગયેલ મહિલાનું મોત મોરબી એલસીબીની ટીમે સ્પેશિયલ ડ્રાઇવમાં અલગ-અલગ ગુનાઓમાં નાસતા ફરતા ત્રણ આરોપી ઝડપી લીધા અર્વાચિન ડાંડિયા રસના ક્રેઝ વચ્ચે 144 વર્ષ પછી પણ મોરબીના માધાપરની ગરબીનો દબદબો યથાવત તો હળવદમાં બે જુથ વચ્ચે મારા મારીનો બનાવ ન બન્યો હોત હળવદમાં વાહન સામસામે આવી જવાની બાબતમાં બે જુથ વચ્ચે લાકડી, પાઇપ અને ધારિયાથી મારા મારી: હવે સામસામે ફરિયાદ મોરબી સામાકાંઠા વિસ્તારમાં રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ
Breaking news
Morbi Today

મોરબીના ઉંચી માંડલ પાસે કારખાનામાં પતરું તૂટતાં નીચે પટકાયેલ યુવાનનું સારવારમાં મોત


SHARE









મોરબીના ઉંચી માંડલ પાસે કારખાનામાં પતરું તૂટતાં નીચે પટકાયેલ યુવાનનું સારવારમાં મોત

મોરબી હળવદ હાઇવે ઉપર આવેલ ઉંચી માંડલ ગામ પાસે કારખાનામાં પતરા ઉપર કામ કરતી વખતે અકસ્માતે પતરું તૂટ્યું હતું જેથી કરીને કામ કરી રહેલ યુવાન ઉપરથી નીચે જમીન ઉપર પટકાતા તેને ગંભીર ઇજાઓ થઇ હતી જેથી તેને પ્રાથમિક સારવાર મોરબીમાં આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ ઉત્તરપ્રદેશનો રહેવાસી અને હાલમાં મોરબી હળવદ હાઇવે ઉપર આવેલ ઊંચી માંડલ ગામ પાસે એકોર્ડ પ્લસ સિરામિક કારખાનામાં રહેતો અને મજૂરી કામ કરતો રામસુરત રાજકુમાર ગૌતમ (૩૧) નામનો યુવાન એકોર્ડ પ્લસ સીરામીક કારખાનામાં પતરા ઉપર ચડીને કામ કરી રહ્યો હતો ત્યારે કોઈ કારણોસર અકસ્માતે પતરું તુટતા ઊંચાઈ ઉપરથી તે નીચે જમીન ઉપર પટકાયો હતો જેથી કરીને રામસુરત ગૌતમને શરીરે ઇજાઓ થઈ હતી જેથી તેને પ્રથમ સારવાર માટે મોરબીની હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ત્યાંથી વધું સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં સારવાર દરમિયાન તે યુવાનનું ગઈકાલે બપોરે ૪:૩૦ વાગ્યાના અરસામાં મો નીપજયું હતું જેથી કરીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે




Latest News