મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો મોરબીના સામાકાંઠે દવા લેવા જવાનું કહીને નીકળ્યા બાદ પરિણીતા ગુમ હળવદમાં કેન્યા સ્થિત નરેન્દ્ર રાવલને ‘બ્રહ્મરત્ન સન્માન’ અર્પણ કરાયું ખેડૂતોને જીવનું જોખમ !: હળવદના સરંભડા ગામે 220 કેવીની સરકારી વીજ લાઈનમાંથી ચાલુ વાયર તૂટી પડ્યો, વીજ ઉપકરણો ખાખ, કોઈ જાનહાનિ નહીં ઓક્ક્ષ્ફોર્ડમાં યુનિ.માં ડંકો: મોરબીની ન્યૂએરા ગ્લોબલ સ્કૂલના બે વિદ્યાર્થીએ Ai ના કોર્સમાં A+ ગ્રેડ મેળવ્યો મોરબી નવયુગ કોલેજ ખાતે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત પ્રેરણાત્મક સેમિનાર યોજાયો કેમ અમારી બાતમી આપશ કહીને ટંકારાના અમરાપર રોડ ઉપર યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે માર માર્યો હળવદના સુખપર ગામ નજીક ડમ્પરની પાછળ બાઇક અથડાતાં ઇજા પામેલ યુવાન કોમામાં સારવાર હેઠળ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના મોટા દહીસરા ગામે ઉછીના આપેલા રૂપિયાની ઉઘરાણી કરી યુવાન ઉપર હોકી વડે હુમલો: ત્રણ શખ્સો સામે ફરિયાદ


SHARE





માળીયા મીયાણા તાલુકાના મોટા દહિસરા ગામે રહેતા યુવાને બે વર્ષ પહેલાં ૧૦,૦૦૦ રૂપિયા ઉછીના લીધા હતા જે રૂપિયા પાછા માંગતા તેણે પોતાની પાસે રૂપિયાની સગવડ નથી પછી આપી દેશે તેવું કહ્યું હતું જેથી કરીને ત્રણ શખ્સો તેના ઘર પાસે આવ્યા હતા અને ત્યાં જેમ ફાવે તેમ તેને ગાળો આપી હતી અને ત્યારબાદ તેને હોકી વડે માર મારવામાં આવતા ઇજા પામેલા યુવાનને સારવારમાં લઈ ગયા હતા અને સારવાર લીધા બાદ તેણે માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

 

માળીયા મિયાણા તાલુકાના મોટા દહીસરા ગામે રહેતા પ્રકાશભાઈ કુંવરજીભાઈ સોમાણી જાતે કોળી (૩૦)એ માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે શૈલેષભાઈ ભરતભાઈ સોની, બીગાભાઈ સોની અને એક અજાણ્યો માણસ રહે. બધા જંગી ગામ તાલુકો ભચાઉ વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે તેણે બે વર્ષ પહેલાં શૈલેષભાઈ પાસેથી ૧૦,૦૦૦ રૂપિયા ઉછીના લીધેલા હતા જે રૂપિયા ફરિયાદી પાસેથી આરોપીએ પાછા માંગતા હાલમાં રૂપિયાની સગવડ નથી પછી આપી દેવાનું કહ્યું હતું જેથી કરીને આરોપીઓ ફરિયાદીના ઘર પાસે આવ્યા હતા અને ત્યાં રૂપિયા આપી દેવાનું કહીને આરોપીઓએ જેમ ફાવે તેમ તેને ગાળો આપી હતી અને ત્યારે શૈલેષભાઈના હાથમાં રહેલ હોકી જેવા હથિયાર વડે તેને ફરિયાદી યુવાનને માથાના ભાગે માર મારતા ઈજા થઈ હતી જેથી કરીને ઈજા પામેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેણે માળીયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે




Latest News