મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીના પીપળી ગામ પાસે સર્જાયેલ જીવલેણ અકસ્માતના બનાવમાં ડમ્પર ચાલક સામે ગુનો નોંધાયો


SHARE









મોરબીના જેતપર રોડ ઉપર આવેલ પીપળી ગામ પાસે શોરૂમની સામેના ભાગમાં રોડ સાઈડમાં પડેલા ડમ્પરની પાછળના ભાગે બાઇક અથડાયું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં બાઇક લઈને જઈ રહેલા વૃદ્ધનું મોત નિપજયુ હતુ જે બનાવમાં હાલમાં મૃતકના ભાઈએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ડમ્પર ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

 

બનાવની જાણવા મળતી વિગત મુજબ મોરબી તાલુકાના પીપળી ગામે આવેલ શાંતિનગર સોસાયટીમાં રહેતા રમેશભાઈ સવજીભાઈ દેત્રોજા જાતે પટેલ (૫૫) એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ડમ્પર નંબર જીજે ૧૨ બીડબ્લ્યુ ૯૯૫૨ ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે ગત તા ૨૨/૨ ના ૭:૩૦ વાગ્યા પહેલા તેના ભાઈ ડાયાભાઈ સવજીભાઈ દેત્રોજા જાતે પટેલ (૬૨) બાઈક નંબર જીજે ૧૩ આર ૮૬૯૩ લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે પીપળી ગામ થી આગળ આવેલ પલોવા ટાઇલ્સના શોરૂમ સામે રોડ સાઈડમાં ડમ્પર ઊભું રાખવામાં આવ્યું હતું જોકે કોઈ સિગ્નલ કે આડશ કર્યા વગર ડમ્પરને ત્યાં ઉભું રાખેલ હોય ફરિયાદીના ભાઈનું બાઈક તેમાં પાછળ અથડાતા તેને કપાળના ભાગે ગંભીર ઈજા થઈ હોવાથી તેનું મોત નીપજ્યું હતું હાલમાં મૃતક વૃદ્ધના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ડમ્પર ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે આ અંગેની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. બી.એમ. બગડા ચલાવી રહ્યા છે




Latest News