હળવદ નજીક કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત: મોરબીના ઊંચી માંડલ ગામ પાસે કેનાલમાં ડૂબી ગયેલ યુવાનનો હજુ કોઈ પત્તો નહીં મોરબીમાં ઘરમાં આગ લાગતાં ઘરવખરી બળીને ખાખ, કોઈ જાનહાનિ નહીં મોરબી પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા ટંકારા ખાતે સર્વરોગ નિદાન મેડીકલ કેમ્પનું આયોજન  વાંકાનેરમાં ધૂળેટીએ બઘડાટી: મહિલાને ઠપકો આપવા ગયેલ શેરીના લોકો ઉપર ઈંટ-પથ્થરના છૂટા ઘા કરીને હુમલો મોરબી શહેર અને તાલુકામાં જુદી જુદી જગ્યાએ ઊંચાઈ ઉપરથી નીચે પટકાતા બે યુવાનોના મોત: વાંકાનેરમાં સિંધાવદર પાસે પાણીના વોંકળામાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનનું મોત મોરબીમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન સામે કબીર ટેકરીમાં ઘરમાં જુગાર રમતા 18 શખ્સ પકડાયા, 6.15 લાખનો મુદામાલ કબ્જે મોરબીના સિરામિક ઉદ્યોગકારો પાસેથી પ્રોપેન ગેસના ટેન્કર માટેના ઓર્ડર લેવાનું બંધ, ગુજરાત ગેસ કાયમી ગ્રાહકોને મહિનાનો 50 ટકા અને નવા ગ્રાહકોને માત્ર 6 દિવસ ગેસ આપશે મોરબીમાં સસ્તા અનાજના માલીકનો અંગુઠો માર્યા પછી ગ્રાહકને અનાજ મળે છે તેમાં એકને બદલે બે વ્યકિતના અંગુઠા રાખો: ગ્રાહક સુરક્ષા મંડળ
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકામાં ૩ ગ્રામ પંચાયતના નવા બિલ્ડીંગ બનશે


SHARE













વાંકાનેર તાલુકામાં ૩ ગ્રામ પંચાયતના નવા બિલ્ડીંગ બનશે

જિલ્લા પંચાયત મોરબીની કારોબારી સમિતિની બેઠક ચેરમેન જયંતીભાઇ ડી. પડસુંબીયાના અધ્યક્ષ સ્થાને જિલ્લા પંચાયત ભવન ખાતે મળી હતી. જેમા જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના અન્ય સભ્યોજિલ્લા વિકાસ અધિકારી તથા શાખાધિકારીઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં વાંકાનેર તાલુકાના દેરાળાકણકોટમાટેલ ગ્રામ પંચાયતોના નવીન પંચાયત ઘર બનાવવા માટેના ૩૭,૦૦,૩૯૧ના ટેન્ડરની મંજુરી આપવામાં આવી છે તથા જિલ્લા પંચાયત ભવનના અન્ય કામો માટે રકમ ૧૦,૦૦,૦૦૦/-(દસ લાખ)ની જોગવાઇ કરવામાં આવી હતી. તેમ નાયબ જિલ્લા વિકાસ અધિકારી (પંચાયત)ની યાદીમાં જણાવાયું છે.

ટુ અને ફોર વ્હીલર વાહનોના નંબર માટે ઓનલાઇન અરજી કરી શકાશે

મોરબી જિલ્લાના ટુ વ્હીલર માટે GJ36 AD તથા ફોર વ્હીલર માટે GJ36 AC સીરીઝ માટેના ફક્ત ફેન્સી નંબર માટેની રી-ટેન્ડર પ્રક્રીયા શરૂ થયેલ છે. તા.૧૪/૧૦/૨૦૨૧ થી તા.૧૯/૧૦/૨૦૨૧ સુધી અરજદાર www.parivahan.gov.in/fancy પર ઓનલાઇન અરજી કરી શકશે. તા.૨૦/૧૦/૨૦૨૧ રોજ સવારના ૦૯:૦૦ થી ૦૪:૦૦ કલાક સુધી બીડીંગ પ્રોસેસ રહેશે. તા.૨૦/૧૦/૨૦૨૧ ના રોજ સાંજે ૫ કલાકે ઓકશનનું પરિણામ www.parivahan.gov.in/fancy પર જાહેર કરવામાં આવશે. મોટર વાહનના ઈ-ફોર્મ ઓક્શનના પરિણામ જાહેર થયેથી દિવસ ૫ (પાંચ) માં એઆરટીઓ કચેરી મોરબી ખાતે રજૂ કરવાના રહેશે. જેથી પસંદગી મેળવવા ઇચ્છતી વ્યક્તિઓએ કાર્યવાહી કરવા સહાયક પ્રાદેશીક વાહનવ્યવહાર અધિકારી મોરબીની યાદીમાં જણાવાયું છે.  






Latest News