હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

વાંકાનેરનાં દિવ્યાંગ સરફુનિશાબેનને ખેત મજૂરી કામમાંથી મળી મુક્તિ


SHARE













વાંકાનેરનાં દિવ્યાંગ સરફુનિશાબેનને ખેત મજૂરી કામમાંથી મળી મુક્તિ

સરકારએ સમાજના દરેક વર્ગના લોકો માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી છે અને તેમાં સમયાંતરે વધુ ઉદારતા બતાવી વધુ લોકોને આવરી લીધા છે. દિવ્યાંગ વ્યક્તિઓના સશક્તિકરણ માટે અને તેમને વિકાસની મુખ્યધારામાં લાવવા અનેક દિવ્યાંગ સહાય યોજનાઓ ચલાવવામાં આવે છે. આવી જ એક દિવ્યાંગ લગ્ન સહાય યોજના થકી મોરબી જિલ્લાના દિવ્યાંગ દંપતીને  લાભાન્વિત કરવામાં આવ્યા છે.


મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના કોઠી ગામના સરફુનીશાબેન તોફિકભાઈ માથકીયાએ જણાવ્યું હતું કે, અમે બંને પતિ-પત્ની દિવ્યાંગ છીએ. સમાજ સુરક્ષા કચેરી મોરબી દ્વારા દિવ્યાંગ લગ્ન સહાય મંજૂર કરવામાં આવી હતી. દંપતી દિવ્યાંગ હોવાથી ઘરની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી હતી. જેના કારણે અમારા દાંપત્ય જીવનમાં ઘણી વખત નિરાશાઓનો અનુભવ કરતાં હતા. દિવ્યાંગ લગ્ન સહાય મળ્યા બાદ અમારી આર્થિક અને સામાજિક પરિસ્થિતિમાં પરિવર્તન આવ્યું છે. દિવ્યાંગ લગ્ન સહાય યોજના હેઠળ ૧,૦૦,૦૦૦ ની રકમ મળી હતી. આ રકમમાંથી અમે ઇમિટેશનનો ધંધો શરૂ કરેલ છે અને આમાંથી અમારા પરિવારનું ગુજરાન ચાલાવીએ છીએ. આ રીતે આર્થિક રીતે પગભર થવા દિવ્યાંગ લગ્ન સહાય અમોને મદદરૂપ થયેલ છે. આ માટે અમે સરકારશ્રીનો આભાર વ્યક્ત કરીએ છીએ.

સરફુનીશાબેનએ વધુમાં જણાવ્યું હતું કે, અમારા પાસે રોજગારી માટે કોઈ સાધન ન હતું અને અમે બંને પતિ-પત્ની ખેત મજૂરી કરતાં હતા ત્યારે અમારી આર્થિક પરિસ્થિતિ સારી ન હતી. અનેકવાર હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો. સરકાર દ્વારા મળેલ દિવ્યાંગ લગ્ન સહાય અમારા માટે જીવાદોરી સમાન છે. આ સહાય અમને રોજગારી પૂરી પાડી રહી છે. આ સહાયથી ચાલુ કરેલ ઇમિટેશનના વ્યવસાયમાંથી દર મહિને સારી એવી કમાણી કરી ગુજરાન ચલાવી રહ્યા છીએ. નોંધનીય છે કે દિવ્યાંગ લગ્ન સહાય યોજના હેઠળ દિવ્યાંગથી દિવ્યાંગ લગ્ન કરે તો ૫૦,૦૦૦+ ૫૦,૦૦૦ લેખે ૧,૦૦,૦૦૦ ની તેમજ દિવ્યાંગથી સામાન્ય વ્યક્તિ લગ્ન કરે તો ૫૦,૦૦૦ ની સહાય ચૂકવવામાં આવે છે.






Latest News