મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં બોર્ડની પરીક્ષા સંદર્ભે ૫૫ પરીક્ષા કેન્દ્રો-આસપાસના વિસ્તાર માટે પ્રતિબંધાત્મક હુકમો જારી કરાયા


SHARE









મોરબી જિલ્લામાં બોર્ડની પરીક્ષા સંદર્ભે ૫૫ પરીક્ષા કેન્દ્રો-આસપાસના વિસ્તાર માટે પ્રતિબંધાત્મક હુકમો જારી કરાયા

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ-ગાંધીનગર દ્વારા માર્ચ ૨૦૨૪માં લેવાનાર ધો ૧૦ અને ૧૨ વિજ્ઞાન પ્રવાહ/સામાન્ય પ્રવાહના ઉમેદવારોની પરીક્ષા તારીખ ૧૧/૩ થી ૨૬/૩ દરમિયાન યોજાનાર છે જે અન્વયે આ પરીક્ષાઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય પરીક્ષાની કાર્યવાહીમાં કોઈપણ પ્રકારની રૂકાવટ ન આવે અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પરીક્ષા સ્થળોની આસપાસ પ્રતિબંધાત્મક હુકમો કરવા અને અમલવારી કરવા જિલ્લા અધિક મેજિસ્ટ્રેટ એસ.જે. ખાચર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે.

આ જાહેરનામા અનુસાર આગામી એસ.એસ.સી. અને એચ.એસ.સી. સામાન્ય પ્રવાહ/વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા અન્વયે મોરબી જિલ્લામાં 55 સ્થળોએ પરીક્ષા કેન્દ્રો ઊભા કરવામાં આવ્યા છે. આ પરીક્ષા કેન્દ્રની આસપાસના ૧૦૦ મીટર વિસ્તારમાં પરીક્ષાના દિવસે પરીક્ષા સમય દરમિયાન પરીક્ષા સ્થળોની આસપાસ વિદ્યાર્થીઓ સિવાય અન્ય વ્યક્તિઓ બિનજરૂરી ભેગા ન થાય તેમજ પરીક્ષા કાર્યમાં ખલેલ પહોંચાડવાના ઈરાદાથી ચાર કરતાં વધુ વ્યક્તિઓ એકત્રિત થવું નહીં, પરીક્ષા કેન્દ્રના ૧૦૦ મીટર આજુબાજુના વિસ્તારમાં ઝેરોક્ષ સેન્ટર ઉપર પ્રતિબંધ, પરીક્ષા સ્થળોની આસપાસના વિસ્તારમાં પરીક્ષાર્થીઓને ખલેલ ન પહોંચે તે માટે લાઉડ સ્પીકરના ઉપયોગ પર પ્રતિબંધ, પરીક્ષા સ્થળે મોબાઈલ ફોન લઈ જવા નહીં તેમજ નિર્દિષ્ટ વિસ્તાર આસપાસ ઝેરોક્ષ અથવા લીથો કે અન્ય કોઈ રીતે પરીક્ષા કાર્યમાં ગેરરિતી કરવા કોપીંગ કરવા વગેરે ગેરકાયદેસર કૃત્ય કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ જાહેરનામું સ્થાનિક સત્તાવાળાઓ પાસેથી જરૂરી પરવાનગી મેળવી હોય તેવી વ્યક્તિ કે વ્યક્તિ સમૂહ, ઓળખાત્ર દ્વારા પરીક્ષાર્થીઓને તેમજ પરીક્ષા કાર્યમાં રોકાયેલ તમામ વ્યક્તિઓને, ફરજ ઉપર હોય તેવી ગૃહ રક્ષક દળની વ્યક્તિને, કોઈ લગ્નના વરઘોડાને, સરકારી નોકરીમાં અથવા રોજગારમાં હોય તે વ્યક્તિને તેમજ કોઈ સ્મશાન યાત્રાને લાગુ પડશે નહીં.

મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક મળશે
મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતીની બેઠક આગામી તા.૧૫-૩-૨૦૨૪ ના રોજ બપોરના ૩ કલાકે કલેકટર કચેરીના સભાખંડમાં યોજાશે. આ બેઠકમાં ફરિયાદ સમિતિમાં રજૂ થયેલા પ્રશ્નો અને તેની સુનાવણી તેમજ સમીક્ષા કરાશે. આ સંકલન સમિતિની બેઠકમાં રજૂ થયેલ પ્રશ્નોની સમીક્ષા અને સંકલન સમિતિના ૧ થી ૬ પત્રકોની સમીક્ષા કરવામાં આવશે.




Latest News