મોરબીમાં ધીમેધીમે કરતાં 142 સિરામિક એકમો નેચરલ ગેસ આધારે ધમધમતા થયા: મે માહિનામાં પણ ગેસનો ભાવ ઊંચો રહે તેવા સંકેત મોરબી જીલ્લામાં ચૂંટણી માટે ઉમેદવારી કરનારા ભાજપના નારાજ આગેવાનો, કોંગ્રેસ અને આપના ઉમેદવારો સહિત કુલ 33 એ ફોર્મ પાછા ખેંચ્યા મોરબીમાં ચૂંટણી ઇફેક્ટ : દારૂના ગુનામાં સંડોવાયેલા બે શખ્સો પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં સાઈબર કેશના આરોપીઓનો જામીન પર છુટકારો મોરબીમાં વધુ એક જમીન કૌભાંડ: ખોટા આધાર, પાન અને ચૂંટણી કાર્ડ તેમજ ખોટું નામ ધારણ કરીને પારકી જમીનનો સોદો કરાવી યુવાન પાસેથી રૂપિયા પડાવ્યા ! મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 5 શખ્સો પકડાયા વાંકાનેરના વઘાસીયા ટોલનાકે ટોલ ટેક્સ ભર્યા વગર ગાડી પસાર કરીને સ્ટાફને ફડાકા મારીને ધમકી આપનાર સામે ગુનો નોંધાયો મોરબીના અમરનગર ગામે ઓરડીમાંથી 72 બોટલ દારૂ ઝડપાયો: માળીયાના નવગામ પાસેથી 1200 લિટર આથો ઝડપાયો
Breaking news
Morbi Today

વાંકાનેરમાં વરલીના આંકડા લેતા એક શખ્સની ૨૦,૬૧૦ ના મુદામાલ સાથે ધરપકડ: એકની શોધખોળ


SHARE













વાંકાનેરમાં વરલીના આંકડા લેતા એક શખ્સની ૨૦,૬૧૦ ના મુદામાલ સાથે ધરપકડ: એકની શોધખોળ

વાંકાનેરના રેલ્વે સ્ટેશન રોડ ઉપર આવેલ ગેબી પાનની સામેના ભાગમાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની એલસીબીની ટીમને હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે વરલી જુગારના આંકડા લેતા એક શખ્સ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે તેની પાસેથી ૨૦,૬૧૦ રૂપિયાની કિંમતનો મુદ્દા માલ કબજે કર્યો હતો અને તે શખ્સ જેની પાસે કપાત કરાવતો હતો તેનું નામ સામે આવતા હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે ગુનો નોંધવામાં આવેલ છે અને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરાઈ છે.

મોરબી જિલ્લા એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન વાંકાનેર શહેરમાં આવેલ રેલવે સ્ટેશન રોડ ઉપર ગેબી પાન સામે જાહેરમાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી ક્રિપાલસિંહ બાબુભા જાડેજા જાતે દરબાર (૩૭) રહે. મિલ પ્લોટ કોલોની રેલવે સ્ટેશન રોડ વાંકાનેર વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે તેની પાસેથી રોકડા ૧૫,૬૧૦ રૂપિયા તેમજ ૫૦૦૦ રૂપિયાની કિંમતમાં મોબાઈલ ફોન આમ કુલ મળીને ૨૦,૬૧૦ ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આ શખ્સ દ્વારા અબુભાઈ હાલે રહે. મિલ પ્લોટ વાંકાનેર મૂળ રહે ચોટીલા જિલ્લો સુરેન્દ્રનગર વાળા પાસે કપાત કરાવવામાં આવતી હોવાનું સામે આવતા તેની સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે અને તેને પકડવા માટે પોલીસ દ્વારા તજવીજ શરૂ કરવામાં આવી છે.

એક બોટલ દારૂ

મોરબી તાલુકાના ઘુટુ ગામની સીમમાં આવેલ પાર્થ હોટલ સામે કેનાલ નજીકથી પસાર થઈ રહેલા શખ્સને પોલીસ દ્વારા રોકવામાં આવ્યો હતો અને તેને ચેક કરવામાં આવ્યો ત્યારે તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવતા પોલીસે ૩૭૫ રૂપિયાની કિંમતની દારૂની બોટલ કબજે કરી હતી અને અજયભાઈ ભરતભાઈ સોલંકી જાતે વાંજા (૨૮) રહે. હરીનગર વલ્લભભાઈ પરેચાના પાણીના કારખાનામાં ઘૂટું વાળાની ધરપકડ કરી તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News