પેરોલ જંપ કરી ફરાર થયેલ મોરબીના શખ્સ સામે ફરિયાદ નોંધાઇ મોરબી ગીતાંજલી વિદ્યાલય ખાતે સર્વાઇકલ કેન્સર વેક્સિનેશન કેમ્પ યોજાયો મોરબીમાં  નિર્શિવ ફાઉન્ડેશન દ્વારા સ્વસ્થ મેનોપોઝ, સુખી સ્ત્રી મહિલાઓ માટે સેમિનાર યોજાયો મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણી ગજવનાર રાજ્યમંત્રીના ભાઈના સ્ટોન ક્રોસરમાં રવિવારે સ્ટોક વેરિફિકેશન માટે ખાણ ખનીજની ટીમ ત્રાટકતા !, અનેક તર્કવિતર્ક મોરબીના રવાપર ગામે આગામી શનિવારે કિસાન સંમેલન આયોજન, ગુજરાતભરમાંથી ખેડૂતો ઉમટે તેવી શક્યતા: નિલેશભાઈ એરવાડીયા મોરબીમાં સિપાહીવાસ પાસેથી 154 બોટલ દારૂ સાથે એક્ટિવા ચાલક પકડાયો, બે શખ્સોની શોધખોળ મોરબીના ફડસર ગામે ખરાબાની જગ્યામાંથી 1164 બોટલો દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ વાંકાનેરના કોટડા નાયણી ગામ પાસેથી એલસીબીની ટીમે કારમાંથી 836 બોટલ દારૂ પકડ્યો, 8.10 લાખનો મુદામાલ કબ્જે
Breaking news
Morbi Today

વાંકાનેરના ઢુવા નજીક રેલવે ટ્રેક ઉપર ટ્રેનની ઝડપે ચડી ગયેલ યુવાનનું મોત


SHARE







વાંકાનેરના ઢુવા નજીક રેલવે ટ્રેક ઉપર ટ્રેનની ઝડપે ચડી ગયેલ યુવાનનું મોત

વાંકાનેર તાલુકાના ઢુવા ગામ પાસે જેટ સીરામીક કારખાના પાછળના ભાગમાંથી પસાર થતી રેલવે લાઈન ઉપર યુવાન રેલ્વે ટ્રેનની ઝડપે ચડી ગયો હતો જેથી કરીને તેને માથાના ભાગે ગંભીર થઇ હોવાથી તેનું મોત નીપજયું હતું જે બનાવની મકનસરના રેલ્વે સ્ટેશન માસ્ટર દ્વારા વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લાના ભગવાડા પગારિયા ગામનો રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના ઢુવા ગામ નજીક જેટ સીરામીક કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતો અને ત્યાં મજૂરી કામ કરતો સંજય રાજેશભાઈ સોલંકી (૪૦) નામનો યુવાન જેઠ સીરામી કારખાની પાછળથી પસાર થતી રેલવે લાઈનના ફાટક નંબર ૧૪ પાસે કોઈપણ કારણોસર રેલવે ટ્રેક ઉપર ટ્રેનની ઝડપે ચડી ગયો હતો જેથી કરીને તે યુવાનને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી અને તે યુવાનનું મોત નીપજ્યું હતું અને અકસ્માત મોતના બનાવની મકનસર રેલવે સ્ટેશન માસ્તર અર્જુનસિંહ ચૌધરી દ્વારા વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

બે બોટલ દારૂ

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ કપિલા હનુમાન મંદિર પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની બે બોટલો મળી આવતા પોલીસે ૬૦૦ ની કિંમતની દારૂની બોટલો સાથે મુલાવરભાઈ અનવરભાઈ મીનીવાડીયા જાતે પીંજારા (૪૦) રહે. ઘાંચી શેરી ફારૂકી મસ્જિદ પાસે મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News