મોરબી જિલ્લા પંચાયતના માજી ચેરમેને ભાજપમાંથી ટિકિટ ન મળતા કરી અપક્ષ ઉમેદવારી: તમામ બેઠકો ઉપર પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબીમાં વેપાર માટે વ્યાજે લીધેલા ૫ લાખ સામે ૭.૯૦ લાખ ચૂકવવા છતાં પઠાણી ઉઘરાણી કરનાર બે ની ધરપકડ વાંકાનેરના ચિત્રાખડા ગામે ખનીજ માફિયા ઉપર ધોંસ: 45 લાખની મશીનરી કબ્જે મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના  ઓબ્ઝર્વર ડૉ. શ્રી સંજય જોશી અધિકારીઓ સાથે કરી સમીક્ષા બેઠક મોરબીમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના દીકરા ડૉ. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં યોજાયેલા મેડિકલ કેમ્પનો 400 જેટલા દર્દીઓએ લાભ લીધો મોરબી તાલુકા પંચાયતના માજી પ્રમુખ સ્વ. નાથાભાઈની પુણ્યતિથિએ સદભાવના વૃદ્ધાશ્રમમાં ભોજન પ્રસાદ કરાવ્યો મોરબીના શનાળા ગામ નજીક બ્રેઝા ગાડીમાં આગ લાગતા કાર બળીને ખાખ મોરબીના ચેક રીર્ટન કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમ ચૂકવવા આદેશ
Breaking news
Morbi Today

મોરબીમાંથી યુવતીને ભગાડી ગયેલ યુવાનની બહેનનું અપહરણ: માતા અને મામીને માર માર્યો


SHARE













મોરબીમાંથી યુવતીને ભગાડી ગયેલ યુવાનની બહેનનું અપહરણ: માતા અને મામીને માર માર્યો

મોરબીમાં રહેતો યુવાન યુવતીને ભગાડી ગયેલ છે જે બાબતનો ખાર રાખીને યુવતીના પિતા સહિતના પાંચ વ્યક્તિઓ યુવતીને શોધી રહ્યા હતા દરમિયાન યુવતીને ભગાડી ગયેલ યુવાનની બહેન અને તેની માતા મોરબી તાલુકાના ફડસર ગામે તેના મામાના ઘરે જતા રહ્યા હતા જેથી કરીને આરોપીઓ ત્યાં પહોંચ્યા હતા અને ત્યાં યુવાનની બહેન, માતા અને મામીને બોલાચલી ઝઘડો કરીને જપાજપી કરી હતી અને ત્યારે ફરિયાદી યુવતીનું ઢસડીને સફેદ કલરની વર્ના ગાડીમાં અપહરણ કરવામાં આવ્યું હતું અને અલગ અલગ જગ્યાએ લઈ જઈને તે યુવતીને બિભત્સ ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી કરીને ભોગ બનેલ યુવતી દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પાંચ શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવી જાણવા મળતી વિગત મુજબ મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં રહેતી સંગીતાબેન (નામ બદલાવેલ છે) નામની યુવતીએ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કાનાભાઈ જીવાભાઈ સવસેટા રહે દેવગઢ, જયદીપભાઇ જીવણભાઈ સવસેટા રહે. દેવગઢ, વિક્રમભાઈ રહે દેવગઢ, જયલો બાબરીયા રહે કુંતાસી અને મુન્નાભાઈ જીલરીયા ની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે તેનો ભાઈ આરોપી કાનાભાઈની દીકરીને ભગાડી ગયેલ છે જે બાબતનો ખાર રાખીને આરોપીઓ તલવાર જેવા હથિયાર સાથે ફરિયાદી યુવતી તેની માતા સાથે મોરબી તાલુકાના ફડસર ગામે રહેતા તેના મામાના ઘરે ગઈ હતી ત્યાં પહોંચ્યા હતા અને ફરિયાદી યુવતી તેમજ તેની માતા અને તેની મામી સાથે બોલાચાલી ઝઘડો કર્યો હતો અને ઝપાઝપી કરી હતી અને ઇજાઓ કરી હતી ત્યારબાદ કાનાભાઈ, જયદીપભાઇ અને વિક્રમભાઈએ ફરિયાદી યુવતીને ઢસડીને સફેદ કલરની વર્ના ગાડીમાં તેનું જયદીપભાઇ અને વિક્રમભાઈ દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું ને ત્યારબાદ અલગ અલગ જગ્યાએ તેને લઈ જઈને ત્યાં ફરિયાદી યુવતી ને વિભક્ત ગાળો આપી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલ યુવતી દ્વારા હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પાંચ શખ્સો ની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આઈપીસી કલમ ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૩૬૫, ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨) તથા જીપીએફની કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News