મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 5 શખ્સો 11,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેરના સબ સ્ટેશનમાંથી રીયકટરની ચોરીના ગુનામાં મોરબી તાલુકા પોલીસે 3 આરોપીને દબોચી લીધા મોરબી નજીક છરીની અણીએ રોકડ-મોબાઈલની લૂંટના ગુનામાં પકડાયેલા 3 આરોપીના રિમાન્ડ મંજૂર  મોરબી શહેર-તાલુકામાં વાહન-ઘરફોડ ચોરી કરતી ગેંગનો વધુ એક સાગરીત પકડાયો: 2 ની શોધખોળ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન ખાતે શિક્ષણ સાથે સંસ્કાર, માનવતા, પ્રકૃતિપ્રેમ અને પ્રતિભાનો અનોખો સંગમ મોરબીની ન્યૂએરા ગ્લોબલ સ્કૂલ ખાતે રાષ્ટ્રીય રમત ગમત દિવસની ઉજવણી કરાઇ હળવદના ચંદ્રગઢ અને રાયસંગપર ગામે જુગારની જુદીજુદી 2 રેડ 13 શખ્સો 1.85 લાખથી વધુના રોકડ સાથે પકડાયા મોરબીમાં ભાજપના હોદેદારને વ્યાજના ચક્રમાં ફસાવીને મારવા માટે મજબૂર કરનારા બે વ્યાજખોરની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં રેલ્વે સ્ટેશન સામે રિક્ષા ચાલકે એકટીવાને હડફેટે લેતા ઇજા પામેલ યુવાન સારવારમાં


SHARE





મોરબીમાં રેલ્વે સ્ટેશન સામે રિક્ષા ચાલકે એકટીવાને હડફેટે લેતા ઇજા પામેલ યુવાન સારવારમાં

મોરબીના રેલ્વે સ્ટેશન સામે રિક્ષા ચાલકે એકટીવાને હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં યુવાનને ઇજા થયેલ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેને દાદાએ રીક્ષા ચાલક સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં નવલખી રોડ ઉપર આવેલ ન્યુ રેલવે કોલોની બ્લોક નં-૬૪ માં રહેતા ઘનુભા ભીખુભા જાડેજા જાતે દરબાર (૬૪)એ હાલમાં સીએનજી રીક્ષા નંબર જીજે ૩૬ યુ ૨૪૪૯ ના ચાલક સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે, મોરબીમાં રેલ્વે સ્ટેશન સામે ત્રણ રસ્તા ઉપરથી તેનો પૌત્ર જીતરાજસિંહ (૧૯) એક્ટિવા નંબર જીજે ૩૬ ઇ ૬૧૬૪ લઈને જઈ રહ્યો હતો ત્યારે રીક્ષા ચાલકે તેને ટક્કર મારી હતી જેથી કરીને એકટીવા ઉપરથી ફરિયાદીનો પૌત્ર નીચે પછડાતા તેને જમણા ખભાના ભાગે ફેકચર જેવી ઈજા થઈ હતી અને શરીરે ઇજાઓ થવાથી તેને સારવાર માટે લઈ ગયા હતા અને ત્યાં સારવાર આપ્યા બાદ આ બનાવ સંદર્ભે હાલમાં વૃદ્ધે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે રિક્ષા ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

ફરાર આરોપી પકડાયો
મોરબીના નવલખી ફાટક પાસેથી ડીસા પોલીસ મથકના ગુનામાં જેલ હવાલે થયા બાદ પેરોલ મેળવી પેરોલ જમ્પ કરેલ આરોપી પકડાયો હતો.આ બાબતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશનના ચોરીના ગુનામાં ત્યાં આરોપી પકડાયો હતો અને આરોપીને જેલ હવાલે કરાયો હતો.જોકે બાદમાં જેલમાંથી પેરોલ ઉપર છુટ્યા બાદ તે આરોપી જેલ ખાતે હાજર થયો ન હતો.જેથી મોરબી એલસીબી પેરોલ ફર્લોની ટીમના જયવંતસિંહ ગોહિલ તથા પૃથ્વીસિંહને મળેલ બાતમીના આધારે મોરબીના નવલખી ફાટક પાસેથી ડીસા પોલીસના ગુનામાં જેલ હવાલે થયા બાદ પેરોલ જમ્પ કરીને ફરાર થયેલા આરોપી સુખરામ બાબુલાલ બિશ્નોઇ (ઉંમર ૩૫) રહે.હેમાગુડા તાલુકો સાંચોર જિલ્લો ઝાલોદ રાજસ્થાન વાળાને હસ્તગત કરવામાં આવ્યો હતો અને આ અંગે આગળની કાર્યવાહી માટે ડીસા પોલીસ મથક ખાતે જાણ કરીને ડીસા પોલીસને સોંપવામાં આવ્યો હતો.




Latest News